News Continuous Bureau | Mumbai
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે ઘણા સમયથી લાઈમલાઈટમાં છે. પલક તિવારી પોતાના ડેબ્યુ બાદથી સતત હેડલાઈન્સમાં રહે છે.

પલક તિવારીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી તસવીરો શેર કરી છે જેમાં તે સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. તેના હોટ લુકે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. હાફ કર્લી હેરકટ અને ન્યુડ મેકઅપે તેના હોટ લુકમાં વધારો કર્યો છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે પલક તિવારીએ ટેબલ પર બેસીને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે કેમેરા સામે પોતાના કિલર પરફોર્મન્સ બતાવ્યા છે. પલકનો સ્ટનિંગ લુક જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે. તસવીરોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહી છે.

મ્યુઝિક વીડિયો 'બિજલી બિજલી' પછી પલક તિવારીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. પલકની ફેશન સેન્સ પણ અદભૂત છે. તે દરેક લુકમાં સુંદર લાગે છે.
આ સમાચાર પણ વાંચો :માલદીવ પહોંચતા જ 'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા બની ગ્લેમરસ, તેની બોલ્ડ તસવીરોએ વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન; જુઓ ફોટોગ્રાફ્સ