News Continuous Bureau | Mumbai
નિર્માતા-નિર્દેશક વિવેક અગ્નિહોત્રી તેમની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઘણા રેકોર્ડ તોડ્યા છે. એટલું જ નહીં, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિવેક અગ્નિહોત્રીના કરિયરની સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. આ દરમિયાન તેણે બોલિવૂડ એક્ટર વરુણ ધવન વિશે એક મોટી વાત કહી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે જ્યારે તે તેના જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વરુણ ધવન તેની મદદ માટે આગળ આવ્યો હતો. તેણે અભિનેતાને અદ્ભુત વ્યક્તિ ગણાવ્યો. વિવેક અગ્નિહોત્રીએ પોતાના નવા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. તેણે તાજેતરમાં એક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સાથે વાત કરી હતી. આ દરમિયાન વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી પોતાના અંગત જીવન વિશે ઘણી વાતો કરી.
વરુણ ધવન વિશે વાત કરતા ઈમોશનલ થઇ ને તેણે કહ્યું, 'હું વરુણને પ્રેમ કરું છું. હું વરુણનો ખૂબ જ આભારી છું. અને હું કેમેરા પર બોલવા માંગતો નથી, તે મારી અને તેની વચ્ચે છે. તેણે મને એવા સમયે મદદ કરી જ્યારે આ દુનિયામાં મને કોઈ મદદ કરતું ન હતું. તે એક મહાન માનવી છે. મને સ્ટારડમ અને તે બધા વિશે ખબર નથી. હું પ્રાર્થના કરું છું કે તે હંમેશા આ રીતે ખુશ અને ખૂબ જ સફળ રહે.વિવેક અગ્નિહોત્રીએ વધુ માં કહ્યું, 'તે એક અદ્ભુત વ્યક્તિ છે. હું તેને પ્રેમ કરું છું. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે હું તેની સાથે ફિલ્મ કરવા માંગુ છું. તેણે મને એવા સમયે મદદ કરી હતી જ્યારે તેના જેવો કોઈ વ્યક્તિ મને મદદ કરે તેવી અપેક્ષા નહોતી રાખી. વિવેક અગ્નિહોત્રીના આ નિવેદનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વિવેક અગ્નિહોત્રીએ 2005માં ફિલ્મ 'ચોકલેટ'ની સાથે ડિરેક્શનની દુનિયામાં પગ મુક્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આ ઓસ્કાર વિજેતા ફિલ્મો નો આનંદ તમે ઘરે બેઠા જ માણી શકો છો, જાણો કઈ ફિલ્મ કયા OTT પર જોઈ શકશો
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સતત હેડલાઇન્સમાં રહી છે. એટલું જ નહીં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી રહી છે.ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ 200 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મની સામે બોલિવૂડની ઘણી ફિલ્મોની કમાણી પણ ધીમી પડી ગઈ છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ અનેક વિવાદોનો પણ સામનો કરી ચુકી છે. જોકે, ફિલ્મ સતત દર્શકોને પોતાની તરફ ખેંચી રહી છે.