News Continuous Bureau | Mumbai
રણવીર સિંહની ફિલ્મ 'ગલી બોય'ના રેપર ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડ ફોડના આકસ્મિક અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. ધર્મેશનું 24 વર્ષની વયે અકસ્માત માં નહિ પરંતુ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 21 માર્ચે કરવામાં આવ્યા હતા. ધર્મેશના મૃત્યુ બાદ હવે તેની માતાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્રના મોત અંગે ઘણું કહ્યું છે. એમસી તોડ ફોડની માતાએ પણ તેમના પુત્રની બીમારી વિશે જણાવ્યું છે.
ધર્મેશ પરમારની માતાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમના પુત્રનું નાસિકમાં વર્ક ટ્રીપ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેણે એમ પણ કહ્યું કે છેલ્લા ચાર મહિનામાં ધર્મેશને બે વખત હાર્ટ એટેક આવ્યો હતો.વારંવાર હૃદયરોગના હુમલાને કારણે તેમને સર્જરી કરાવવી પડી હતી. ધર્મેશની માતાના જણાવ્યા અનુસાર, તેમના પુત્રને પ્રથમ હાર્ટ એટેક ત્યારે આવ્યો જ્યારે તે તેના મિત્રો સાથે લદ્દાખ ગયો હતો. આ પછી થોડા દિવસો પછી તેમને બીજો એટેક આવ્યો અને પછી અમને તેમની બીમારી વિશે ખબર પડી.ધર્મેશ પરમારની માતાએ જણાવ્યું કે થોડા મહિના પહેલા તેની હાર્ટ સર્જરી થઈ હતી, પરંતુ તેમ છતાં તેણે બિલકુલ આરામ કર્યો ન હતો. તેમને તેમના જીવન કરતાં સંગીત વધુ પસંદ હતું.મારો દીકરો મને હંમેશ માટે છોડી ગયો પણ હું તેને બચાવવા કંઈ કરી ના શકી. જણાવી દઈએ કે ધર્મેશને બે નાની બહેનો છે. નાસિક પ્રવાસે જતા પહેલા તેણે તેની બંને બહેનો પાસે રાખડી બંધાવી હતી.
આ સમાચાર પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ’ રિલીઝ થયા બાદ હવે વિપુલ શાહે કરી 'ધ કેરળ સ્ટોરી' ની જાહેરાત, આ દર્દનાક વાર્તા પર આધારિત હશે ફિલ્મ; જાણો વિગત
તમને જણાવી દઈએ કે ધર્મેશ પરમાર રાજીવ દીક્ષિતને પોતાનો આદર્શ માનતા હતા. એમસી તોડ ફોડ મુંબઈ સ્થિત હિપ-હોપ જૂથ 'સ્વદેશી' સાથે સંકળાયેલ હતો. ધર્મેશે તેની કારકિર્દીમાં ઘણા ગીતો ગાયા. 'ટ્રુથ એન્ડ બાસ' તેનું લેટેસ્ટ ગીત હતું, જે તેણે 8 માર્ચે રિલીઝ કર્યું હતું. એમસી તોડ ફોડ એ કળિયુગ , ધ વર્લી રિવોલ્ટ, સૌ તક્કા સચ, મહામારી, સલામ અને ચેતવણી જેવા ગીતો પણ ગાયા છે. આ સિવાય ધર્મેશે ગલી બોયમાં ઈન્ડિયા 91 ગીતનું સાઉન્ડટ્રેક આપ્યું હતું.