News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીએ ભૂતકાળમાં ફિલ્મ 'સેલ્ફી'ની જાહેરાત કરી હતી. ત્યારથી આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના હતી. આ પહેલીવાર હશે જ્યારે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સાથે કામ કરતા જોવા મળશે. હવે આ ફિલ્મ વિશે એક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમાં બે અભિનેત્રીઓની એન્ટ્રી થઈ છે.
આ સમાચાર પણ વાંચો : હિન્દીમાં ધૂમ મચાવ્યા બાદ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ', હવે આ ભાષાઓમાં થશે રિલીઝ
અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી તેની સાથે કારની પાછળની સીટ પર બેઠેલા જોવા મળે છે. તે બધાના હાથમાં ફિલ્મની સ્ક્રિપ્ટ છે. દરેક લોકો 'સેલ્ફી'ના ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. અક્ષય કુમારે આ સાથે લખ્યું, 'નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી સેલ્ફી સ્કવોડમાં સામેલ થઈ ગયા છે. શું કહો છો ઈમરાન હાશ્મી,થઇ જાય મુકાબલો? રાજ મહેતા દ્વારા દિગ્દર્શિત, ‘સેલ્ફી’ એ 2019ની મલયાલમ ફિલ્મ ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’ ની હિન્દી રિમેક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની વાર્તા એક એવા સુપરસ્ટારની આસપાસ ફરે છે જે તેની ડ્રાઇવિંગ કુશળતા માટે પ્રખ્યાત છે પરંતુ તેનું લાયસન્સ ગુમાવે છે. ફિલ્મ 'સેલ્ફી' પહેલા અક્ષય કુમાર રાજ મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળ્યો હતો.
With @Nushrratt and @DianaPenty joining in, the #Selfiee squad is in full gear! What say @emraanhashmi , ho jaye muqabla? pic.twitter.com/MFFOTkmHbs
— Akshay Kumar (@akshaykumar) March 21, 2022
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' 18 માર્ચે રિલીઝ થઈ હતી. હવે સેલ્ફી સિવાય તે 'રામ સેતુ', 'સિન્ડ્રેલા', 'પૃથ્વીરાજ', 'રક્ષા બંધન' જેવી ફિલ્મોમાં જોવા મળશે. તેમજ, ઇમરાન હાશ્મી ફિલ્મ 'ટાઇગર 3'માં સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે કામ કરતો જોવા મળશે.