ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર
આમિર ખાન અને શાહરૂખ ખાન બંને સારા મિત્રો છે. પરંતુ એક વાર એવો કિસ્સો બન્યો, જેને સાંભળ્યા પછી તમે પણ કહેશો કે આમિરે આવું કેમ કર્યું. વાસ્તવમાં આમિર ખાન એક વખત શાહરૂખ ખાનની પાર્ટીમાં ગયો હતો પરંતુ તે ત્યાં પોતાનું ટિફિન લઈ ને પહોંચી ગયો હતો. એપલના સીઈઓ ટિક કૂકના સ્વાગત માટે શાહરૂખ ખાને આ પાર્ટી રાખી હતી અને પાર્ટી તેમના ઘરે હતી.આ પાર્ટીમાં આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમિર પાર્ટી છોડવા જતો હતો પરંતુ ગૌરીએ તેને રોકાવા માટે કહ્યું. તેથી જ્યારે ખાવાનું ખાવાની વાત આવી તો આમિર ખાને પોતાનું ટિફિન કાઢ્યું અને તેમાંથી ભોજન લીધું.
જો કે આની પાછળ નું કારણ એવું છે કે આમિર ખાન તે સમયે ખૂબ જ કડક ડાયટ પર હતો. દંગલ ફિલ્મ માટે તેણે પોતાને ફિટ બનાવવાનો હતો. એટલા માટે આમિર તે દિવસોમાં જ્યાં પણ જતો ત્યાં પોતાનું ભોજન સાથે લઈ ને જ જતો. આ પહેલા આમિરે ગજની વખતે પણ પોતાનું ટ્રાન્સફોર્મેશન કર્યું હતું અને ત્યારે પણ તે ખૂબ જ કડક ડાયટ પર હતો.
બંને કલાકારોના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર લીડ રોલમાં હશે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે. તે જ સમયે, શાહરૂખ ખાન ફિલ્મ પઠાણથી પુનરાગમન કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે. જો કે આ ફિલ્મનું હજુ થોડું કામ બાકી છે.