ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
વિદ્યા બાલન અને શેફાલી શાહની એકસાથે ‘જલસા’ નામની ફિલ્મ આવવાની છે. પરંતુ આ ફિલ્મ પણ હવે કોરોના નો ભોગ બનતી જોવા મળી રહી છે. એવું લાગે છે કે વિદ્યા બાલનને થિયેટર સાથે લેણું નથી. નિર્માતાઓ હવે જલસાને OTT પર રિલીઝ કરશે.એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, વિદ્યા અને શેફાલીની આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર માર્ચ 2022માં રિલીઝ થશે. જોકે હોળી દરમિયાન માર્ચમાં કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવાની છે.
વિદ્યા બાલનની આ સતત ત્રીજી ફિલ્મ હશે જે થિયેટરોમાં નહીં પણ સીધી OTT પર રિલીઝ થવા જઈ રહી છે. કોરોનાના સમય દરમિયાન, તેમની ફિલ્મ શકુંતલા દેવી: ધ હ્યુમન કમ્પ્યુટર OTT પર રિલીઝ થઈ હતી અને આ સિવાય તેમની બીજી ફિલ્મ જે OTT પર રિલીઝ થઈ હતી તે હતી શેરની . આ બંને ફિલ્મો એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. જલસા ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં વિદ્યા બાલન અને શેફાલી શાહ સાથે કામ કરી રહી છે. આ સિવાય જલસામાં તમને રોહિણી હટ્ટંગડી, ઈકબાલ ખાન, વિધાત્રી બંદી, ગુરપાલ સિંહ અને માનવ કૌલ જોવા મળશે. ફિલ્મના સહ લેખક અને દિગ્દર્શક સુરેશ ત્રિવેણી છે, જેમણે વિદ્યાની ફિલ્મ તુમ્હારી સુલુનું દિગ્દર્શન કર્યું હતું.
બોલિવૂડ નો આ અભિનેતા આવ્યો કોરોના ની ઝપેટમાં, પોસ્ટ શેર કરી આપી માહિતી; જાણો વિગત
ફિલ્મ અને તેના દિગ્દર્શક વિશે વાત કરતાં વિદ્યાએ કહ્યું, “હું ફરીથી સુરેશ સાથે જોડાઈને ખૂબ જ ઉત્સાહિત છું. 'તુમ્હારી સુલુ' એક અનોખો, મજાનો અનુભવ હતો અને મને આશા છે કે 'જલસા' અમારા માટે પણ કંઈક અલગ હશે. હવે માત્ર આ ફિલ્મ શરૂ થવાની અને રિલીઝ થવાની રાહ જોવાઈ રહી છે. 'શેરની' પછી ફરીથી અબુદંતિયા એન્ટરટેઈનમેન્ટ અને ટી-સિરીઝ સાથે જોડાઈને હું ખૂબ જ ખુશ છું.