Site icon

જબ પ્યાર કિયા તો ડરના ક્યા….મુગલ-એ-આઝમ ના આ ગીત સાથે છે શાપૂરજી પલોનજી પરિવારનો નજીકનો સંબંધ… કઈ રીતે- જાણો અહીં

News Continuous Bureau | Mumbai

ટાટા સન્સના(Tata sons) ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન (Cyrus Mistry death)થયું છે. અમદાવાદથી (Ahmedabad)મુંબઈ(Mumbai) જતી વખતે તેમની કાર પાલઘરમાં(Palghar) ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં હાજર ચાર લોકોમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઐતિહાસિક ફિલ્મ મુગલ-એ-આઝમ(Mughal-e-azam) સાથે ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું પણ ખાસ જોડાણ છે. મુગલ-એ-આઝમ ફિલ્મ સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી હતી. આ કંપનીના માલિક(company) સાયરસ મિસ્ત્રીના દાદા શાપૂરજી પલોનજી(Shapoorji paloonji) હતા.

Join Our WhatsApp Community

વર્ષ 1960માં આવેલી ફિલ્મ મુગલ-એ-આઝમ ભારતીય સિનેમાના ઈતિહાસમાં (Indian cinema history)એક સીમાચિહ્નરૂપ છે. ફિલ્મમાં દિલીપ કુમાર, મધુબાલા, પૃથ્વીરાજ કપૂર અને દુર્ગા ખોટે મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને બનાવવામાં 14 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. ભવ્ય સેટ, મોટી સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટરની ફીના કારણે ફિલ્મનું બજેટ(film budget) લગભગ એક થી દોઢ કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં સાયરસ મિસ્ત્રીના(Cyrus Mistry grandfather) દાદા શાપૂરજી પલોનજી એ  પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. જો કે, એક સમય એવો આવ્યો જ્યારે તેઓ ફિલ્મ પર વધુ પૈસા ખર્ચવા માંગતા ન હતા.મુગલ-એ-આઝમનું ગીત 'જબ પ્યાર કિયા તો ડરના ક્યા' આજે પણ ગવાય છે. આ ગીતના શૂટિંગમાં જ લગભગ 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લાહોરમાં શીશ મહેલનો સેટ (કાચ નો સેટ)આ ગીત માટે બનાવવામાં આવ્યો હતો. આને બનતા બે વર્ષ લાગ્યા હતા. વળી, ઘણી વખત ફિલ્મના સેટ ડાયરેક્ટર કે. અબ્બાસના વિઝન સાથે મેળ ના ખાતા આ સેટ ને તોડવામાં પણ આવ્યો હતો.આટલા મોટા બજેટની(big budget film) ફિલ્મ હોવા છતાં, પલોનજી ને ખાતરી હતી કે મુગલ-એ-આઝમ બોક્સ ઓફિસ(box office record) પર ઘણા રેકોર્ડ તોડશે. તેમની આ માન્યતા સાચી સાબિત થઈ અને ફિલ્મે ભારતમાં જ 11 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.

આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ

સાયરસ મિસ્ત્રીની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સહિત અનેક રાજનેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ, કાર અકસ્માતમાં(accident) ઘાયલ થયેલા ડેરિયસ પંડોલે અને અનાયતા પંડોલેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version