ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર
કેટરિના કૈફ આ દિવસોમાં પોતાના નવા ઘર અને નવા સંબંધો સાથે મોજ કરી રહી છે. ક્યારેક તે પોતાના દિયર ની તસવીર પર કોમેન્ટ કરીને હેડલાઈન્સમાં આવે છે તો ક્યારેક કેટરિના કૈફ તેના નવા ઘરની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં કેટરીના કૈફે તેના ઘરની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે સ્વેટર સાથે શોર્ટ ડેનિમ પેન્ટમાં જોવા મળી હતી.સોશિયલ મીડિયા પર, ચાહકોને કેટરિનાની તસવીર ખૂબ જ પસંદ આવી અને તેનાથી પણ વધુ કેટરિનાનું મંગળસૂત્ર પસંદ આવ્યું, જેની કિંમત હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે.
કેટરીના કૈફની આ તસવીરોમાં તેનું મંગળસૂત્ર જોવા મળે છે જે વિકી કૌશલે લગ્ન સમયે પેહરાવ્યુ હતું. કેટરીનાના વેડિંગ આઉટફિટની સાથે તેનું મંગળસૂત્ર પણ ચર્ચામાં હતું. કેટરિના કૈફનું મંગળસૂત્ર કાળા અને સોનેરી મોતીથી બનેલું છે, જેમાં છેલ્લે બે હીરા છે. આ મંગળસૂત્ર પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીના બેંગાલ ટાઈગર કલેક્શનમાંથી છે.કેટરિના કૈફના મંગળસૂત્રની કિંમતની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર આ મંગલસૂત્રની કિંમત 5 લાખ રૂપિયા છે.
કપિલ શર્મા ટેન્શનમાં! શો ની આ અભિનેત્રી થઈ કોરોના પોઝિટિવ; જાણો વિગત
તમને જણાવી દઈએ કે અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફે 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વિકી તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દિવસોમાં વિકી તેની આગામી ફિલ્મનું શૂટિંગ ઈન્દોરમાં કરી રહ્યો છે. તે જ સમયે કેટરીના કૈફ મુંબઈમાં જ છે. કેટરિના ટૂંક સમયમાં 'મેરી ક્રિસમસ', 'ભૂત પોલીસ' અને 'ટાઈગર 3' જેવી ફિલ્મોમાં જોવા મળશે.