Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નટ્ટુ કાકાનું સ્થાન અન્ય કોઈ અભિનેતા નહીં લે, નિર્માતાએ વાયરલ ફોટાની સત્યતા જણાવી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું કેન્સરને કારણે નિધન થયું હતું. ત્યારથી તેમના રિપ્લેસમેન્ટ ની ચર્ચા થઈ રહી છે. હવે શોના નિર્માતા અસિત મોદીએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. આસિત મોદીએ કહ્યું કે નટ્ટુ કાકાના પાત્રનું કોઈ રિપ્લેસમેન્ટ નહીં થાય.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ કહ્યું, “વરિષ્ઠ અભિનેતાના અવસાનને એક મહિનો જ થયો છે. ઘનશ્યામ નાયક ઉર્ફે નટ્ટુ કાકા મારા મિત્ર હતા અને મેં તેમની સાથે ઘણા વર્ષોથી કામ કર્યું છે. હું શોમાં તેમના યોગદાનનું મહત્વ જાણું છું.. અત્યારે અમે તેના પાત્રને બદલવા અંગે કંઈપણ આયોજન કર્યું નથી. અસિત મોદીએ વધુમાં કહ્યું કે, 'અમે નટ્ટુ કાકાના રોલ માટે અન્ય કોઈ અભિનેતાનો સંપર્ક પણ નથી કરી રહ્યા. ઘણી બધી અફવાઓ ચાલી રહી છે પરંતુ, હું દર્શકોને વિનંતી કરું છું કે તેઓ તેમના પર ધ્યાન ન આપે.

તાપસી પન્નુએ તેની કારકિર્દીની પ્રથમ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું, આ અનોખા પાત્રમાં સાથે જોવા મળશે પ્રતિક ગાંધી; જાણો તે ફિલ્મ વિશે

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો. આમાં ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં એક વૃદ્ધ માણસ બેઠો છે. ચાહકો દાવો કરી રહ્યા હતા કે આ નવા નટુક્કા છે. જોકે, મેકર્સે આ ફોટોનું સત્ય જણાવ્યું છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ ખુરશી પર બેઠેલા વૃદ્ધ વ્યક્તિ ગડા ઈલેક્ટ્રોનિક્સના મૂળ માલિકના પિતા છે. પ્રોડક્શન હાઉસને નટ્ટુ કાકાનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી.

Thamma Trailer: આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના વચ્ચેની ‘ખૂની’ પ્રેમકથા, “થામા” નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
TMKOC Jethalal: “તારક મહેતા” ના જેઠાલાલે ગરબા નાઈટમાં મચાવી ધૂમ, દિલીપ જોશી નો સિગ્નેચર સ્ટેપ થયો વાયરલ, સાથે જ ઝૂમતા જોવા મળ્યા આ કલાકાર
Homebound Review: ધર્મના ભેદભાવ સામે બે મિત્રોની સંઘર્ષમય યાત્રા ને દર્શાવે છે હોમબાઉન્ડ, જાણો કેવી છે ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની ફિલ્મ
Kartik Aaryan: કાર્તિક આર્યને મુંબઈમાં ખરીદી ઓફિસ સ્પેસ, કરોડો માં છે કિંમત, જાણો વિગતે
Exit mobile version