Site icon

માત્ર અનન્યા પાંડે જ નહીં, બૉલિવુડની આ અભિનેત્રીઓ ઉપર પણ લાગ્યો હતો ડ્રગ્સનો આરોપ; જાણો તે અભિનેત્રીઓ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ડ્રગ્સના કેસમાં ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ છેલ્લા કેટલાક દિવસથી બૉલિવુડ સતત ચર્ચામાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ આ કેસમાં ઘણા લોકોની સતત પૂછપરછ કરી છે. ડ્રગ્સ કેસમાં NCBની ટીમે ગુરુવારે શાહરુખ ખાન અને ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા. ફરી એક વાર ડ્રગના કેસમાં ફિલ્મ અભિનેત્રીઓ વિશે ચર્ચા છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈએ બૉલિવુડમાં સફળ થવું હોય તો તેણે પાર્ટીઓમાં જવાની જરૂર છે. ફિલ્મ ઉદ્યોગમાં નામ કમાવવા અને બૉલિવુડમાં સ્થાપિત થવા માટે તેને શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે.

જોકે બૉલિવુડમાં મોટી પાર્ટીઓ માત્ર નેટવર્ક બનાવવા માટે નથી. ઉદ્યોગનાં સૂત્રો કહે છે કે આવી પાર્ટીઓ દરમિયાન અહીં અને ત્યાં ડ્રગ્સનો મુક્તપણે ઉપયોગ થાય છે. ઘણા જાણીતા બૉલિવુડ કલાકારો ઉદ્યોગમાં કોકેન અને અન્ય પ્રતિબંધિત ડ્રગ્સનો ઉપયોગ કરવા માટે પોલીસની પકડમાં આવી ગયા છે. એમાંથી કેટલાક એવા હતા જેમણે વ્યસનને કારણે માત્ર તેમનું જીવન જ બરબાદ નહોતું કર્યું, પરંતુ તેમને આ દુનિયામાંથી પણ વિદાય લેવી પડી હતી. અહીં અમે કેટલીક એવી ફિલ્મી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમના પર ડ્રગ્સનો આરોપ લાગ્યો છે. કેટલાક એવા છે જેમની પોલીસે ડ્રગના આરોપમાં ધરપકડ કરી છે.

રિયા ચક્રવર્તી

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલિવુડ સંપૂર્ણપણે ડ્રગ્સના નિશાના પર છે. આ કેસમાં ઘણી અભિનેત્રીઓનાં નામ બહાર આવ્યાં હતાં. સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં ડ્રગનો એંગલ હેડલાઇન્સમાં આવ્યો ત્યારે અભિનેત્રી રિયા ચક્રવર્તીને આ કેસમાં NCB દ્વારા સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તપાસ હજુ ચાલુ છે, જોકે રિયાને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણને પણ NCB દ્વારા એના કેટલાક વ્હૉટ્સઍપ ચૅટ જાહેરમાં સામે આવ્યા બાદ બોલાવવામાં આવી હતી. પોલીસે દીપિકાની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. જોકે બાદમાં તેને છોડી મૂકવામાં આવી હતી. હાલમાં દીપિકા સાથે કોઈ પણ સમયે પૂછપરછ થઈ શકે છે.

રકુલ પ્રીત સિંહ

ડ્રગના કેસમાં NCB દ્વારા રકુલ પ્રીત સિંહની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂતની ચાલી રહેલી તપાસ દરમિયાન તેનું નામ પણ સામે આવ્યું હતું.

સારા અલી ખાન

અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાનનું પણ ડ્રગ્સના કેસમાં નામ આવ્યા બાદ પૂછપરછ માટે તેને બોલાવવામાં આવી હતી. ડ્રગ્સ સાથે સંકળાયેલા બૉલિવુડ કલાકારોની યાદીમાં રિયા ચક્રવર્તીનું નામ સામે આવ્યા બાદ બૉલિવુડમાં ઘણી ચર્ચા થઈ હતી.

શ્રદ્ધા કપૂર

NCBના રડાર પર અન્ય એક સેલિબ્રિટી શ્રદ્ધા કપૂર હતી. ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂરનું નામ સામે આવ્યા બાદ શ્રદ્ધાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

ભારતી સિંહ

પ્રખ્યાત હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ડ્રગના આરોપમાં NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શોધખોળ કરવામાં આવી ત્યારે તેમના પરિસરમાં ગાંજો મળી આવ્યો. જોકે ટૂંક સમયમાં જ તેમને 15,000 રૂપિયાના દંડ સાથે જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં.

મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણી 90ના દાયકાની જાણીતી અભિનેત્રી હતી. તે દરમિયાન ડ્રગ્સના કેસમાં અભિનેત્રી મમતાનું નામ પણ જોડાયું હતું. કેનિયામાં 2014માં ડ્રગ્સની હેરફેરના કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યું હતું. મમતા કુલકર્ણીને કેનિયા પોલીસે પતિ વિકી ગોસ્વામી અને અન્ય ભારતીય નાગરિક કુલમ હુસૈન સાથે પકડી પાડ્યાં હતાં.

ગીતાંજલિ નાગપાલ

ફૅશન ઉદ્યોગને અનુસરનારાઓએ ગીતાંજલિ નાગપાલનું નામ સાંભળ્યું જ હશે. જ્યારે તે ડ્રગ્સ ઍડિક્ટ બની ત્યારે સુસ્મિતા સેન અને અન્ય પ્રખ્યાત મૉડલ્સ સાથે રેમ્પ શૅર કરનાર સફળ મૉડલ નાગપાલ માટે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. સપ્ટેમ્બર 2007માં તેને દિલ્હીના રસ્તાઓ પર ભીખ માગતી એક ફોટો જર્નાલિસ્ટ દ્વારા જોવામાં આવી હતી.

મનીષા કોઇરાલા

એવા અહેવાલો છે કે તેની કારકિર્દી ટોચ પર હતી, ત્યારે ફિલ્મ અભિનેત્રી મનીષા કોઇરાલાને ડ્રગ્સનું વ્યસન હતું. આરોપ છે કે તેના વ્યસનથી કૅન્સર થયું હતું. જોકે મનીષાએ ક્યારેય તેની વ્યસનની સમસ્યા વિશે વાત કરી ન હતી, પરંતુ અફવાઓ છે કે તેના ડ્રગના વ્યસને તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને પણ અસર કરી હતી.

મુંબઈ ક્રૂઝ શિપ પાર્ટી કેસ:અનન્યા પાંડેએ આજે ​​ફરી કરવો પડશે NCBના સવાલોનો સામનો, ગઈકાલે આટલા કલાક થઇ હતી પૂછપરછ

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version