ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
બૉલિવુડ સ્ટાર્સની પત્નીઓની હંમેશાં ચર્ચા થાય છે. ભલે તેમના સ્ટાર પતિઓ સુપરહિટ ફિલ્મોથી દર્શકોનાં દિલ જીતી લે, પરંતુ તેમની પત્ની લાઇમલાઇટથી દૂર હોવા છતાં પણ હંમેશાં ચર્ચામાં રહે છે. આપણે હંમેશાં નાયકોની પત્નીઓ વિશે સાંભળીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો ખલનાયકોની વાસ્તવિક જીવનની પત્નીઓ વિશે જાણે છે. આજે આપણે આવી કેટલીક ફિલ્મોમાં ખલનાયકોની વાસ્તવિક પત્નીઓ વિશે જાણવા જઈ રહ્યા છીએ.
શક્તિ કપૂર અને શિવાંગી કપૂર

સુપરસ્ટાર શક્તિ કપૂરને બૉલિવુડના ક્રાઇમ માસ્ટર ગોગો તરીકે ઓળખવામાં આવે છે. તેણે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. શક્તિ કપૂરની વાસ્તવિક જિંદગી પણ ફિલ્મી છે. તે 1982માં શિવાંગી કોલ્હાપુરે સાથે ભાગી ગયો અને લગ્ન કરી લીધાં. શિવાંગી ખૂબ જ સુંદર છે અને તે હંમેશાં પારિવારિક કાર્યક્રમોમાં જોવા મળે છે.
ડેની ડેન્ઝોંગપા અને ગવા ડેન્ઝોંગપા

ડેની ડેન્ઝોંગપા પણ એક વિલન છે, જેણે પોતાની ભૂમિકાઓથી દર્શકોનાં દિલ જીતી લીધાં છે. ‘અગ્નિપથ’માં કાંચ ચાઇનાની ભૂમિકા ભજવીને દર્શકોનાં દિલ જીતી લેનાર ડેની ડેન્ઝોંગપા બૉલિવુડ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત વિલનમાંનો એક છે. તેણે 1990માં ગવા ડેન્ઝોંગપા સાથે અરેન્જ મૅરેજ કર્યાં હતાં. ડેનીની પત્ની સિક્કિમની રહેવાસી છે. તેમને બે બાળકો છે, રિંજિંગ અને પેમા ડેન્ઝોંગપા.
પ્રકાશ રાજ અને પોની વર્મા
‘સિંઘમ’ અને ‘દબંગ 2’ જેવી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત પ્રકાશ રાજે બે વાર લગ્ન કર્યાં છે. તેણે પહેલા અભિનેત્રી લલિતાકુમારી સાથે 1994માં લગ્ન કર્યાં હતાં, પરંતુ 2009માં તેને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં તેણે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે બીજા લગ્ન કર્યાં. આ લગ્નથી તેમને એક પુત્ર પણ છે.
કબીર બેદી અને પરવીન દુસાંજ

તમે કબીર બેદીનું નામ સાંભળ્યું હશે.’ખુન ભરી માંગ’, ‘યલગાર’, ‘કોહરામ’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત કબીર બેદીએ વાસ્તવિક જીવનમાં ત્રણ લગ્ન કર્યાં હતાં. તેની પ્રથમ પત્ની પ્રોતિમા હતી, જેણે પાંચ વર્ષમાં છૂટાછેડા લીધા હતા. આ પછી તે લાંબા સમયથી પરવીન બબી સાથે રિલેશનશિપમાં હતો પરંતુ લગ્ન કર્યાં ન હતાં.પરવીનથી અલગ થયા બાદ કબીરે બીજા લગ્ન નિક્કી સાથે કર્યાં, પરંતુ સૌથી વધુ ચર્ચા તેના ત્રીજા લગ્નની હતી, જે તેણે પોતાનાથી 29 વર્ષ નાની લના પરવીન દુસાંજ સાથે કર્યાં હતાં. આ દંપતી હાલમાં સુખી લગ્નજીવન જીવી રહ્યાં છે.
પરેશ રાવલ અને સ્વરૂપ સંપટ

બૉલિવુડના લોકપ્રિય અભિનેતા પરેશ રાવલે પોતાની ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવીને દર્શકોનાં મનમાં ખાસ સ્થાન બનાવ્યું છે. પરેશ રાવલે અભિનેત્રી અને મિસ ઇન્ડિયા સ્વરૂપ સંપટ સાથે લગ્ન કર્યાં છે. અભિનેતાને બે બાળક આદિત્ય અને અનિરુદ્ધ છે.
રણજિત અને આલોકા બેદી

બૉલિવુડના પ્રખ્યાત ખલનાયક રણજિતે 1986માં આલોકા બેદી સાથે લગ્ન કર્યાં હતાં. તેને બે બાળક દિવ્યાંકા અને ચિરંજીવ છે. તે ફિલ્મ ઉદ્યોગમાં પ્રખ્યાત અને ભયાનક ખલનાયક તરીકે ઓળખાય છે.
ટી સિરીઝ અને રિલાયન્સ વચ્ચે સેંકડો કરોડનો એગ્રીમેન્ટ. બનાવશે આટલી ફિલ્મ. જાણો વિગત