Site icon

દિલીપકુમારનો સાથ છૂટ્યા બાદ સાયરાબાનુની તબિયત લથડી, ટૂંક સમયમાં થશે એન્જિયોગ્રાફી; જાણો ડૉક્ટરે શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 
ગુરુવાર
બૉલિવુડની પીઢ અભિનેત્રી અને દિવંગત અભિનેતા દિલીપકુમારની પત્ની સાયરાબાનુ છેલ્લા ચાર દિવસથી મુંબઈની હિન્દુજા હૉસ્પિટપલમાં દાખલ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ થયા બાદ તેમના પરિજનોએ તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. સાયરાબાનુની ખરાબ તબિયતથી તેમના ફેન્સ પરેશાન છે અને સતત તેમનાં સાજાં થવાની કામના કરી રહ્યા છે. તેમના ડૉક્ટર્સે પણ કહ્યું છે કે સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.
 
સાયરાબાનુનો ઇલાજ કરી રહેલા ડૉક્ટર નીતિન ગોખલેએ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. તેમનું ડાબું વેટ્રિકુલર ફેલ થઈ ગયું છે. આ કારણે તેમની એન્જિયોગ્રાફી થશે અને બાદમાં ઇલાજ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આજે તેમને ICUમાંથી બહાર લાવી નૉર્મલ વૉર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

ટીવીના મોસ્ટ પોપ્યુલર ફેસ તેમજ ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું થયું દુઃખદ નિધન, ચાહકોમાં શોકની લાગણી; જાણો વિગતે
 
વધુમાં નીતિન ગોખલેએ જણાવ્યું કે એન્જિયોગ્રાફી તેમના સમય પર જ કરવામાં આવશે. પણ આ પહેલાં સાયરાબાનુને ડિસ્ચાર્જ કરવામાં આવશે અને તેમની એન્જિયોગ્રાફી માટે તેમને ફરી ઍડમિટ થવું પડશે, પણ આ માટે પહેલાં ડાયાબિટીઝ કન્ટ્રોલમાં કરવું જરૂરી છે.
 
76 વર્ષીય સાયરાબાનુ છેલ્લાં 54 વર્ષથી દિલીપકુમારની સાથે તેમના પડછાયાની જેમ રહ્યાં છે. તેમના નિધન બાદ તે એકલાં થઈ ગયાં છે. બે મહિના પહેલાં 7 જુલાઈના દિલીપકુમારના નિધનથી તેમના લાખો ચાહકો દુ:ખી હતા. સૂત્રો મુજબ, દિલીપસાહેબના નિધન બાદ સાયરાબાનુ ઘણાં ગુમસુમ રહેવા લાગ્યાં છે. તેમને સતત દિલીપસાહેબની યાદ આવે છે અને તેઓ પરિવાર સાથે ફક્ત અને ફક્ત દિલીપકુમાર અંગે જ વાતો કરે છે.

Join Our WhatsApp Community

બેડમિન્ટન ખેલાડી સુહાસ યથીરાજે પેરાલિમ્પિક્સમાં જીત સાથે શરૂઆત કરી, ગ્રુપ મેચમાં જર્મનીના ખેલાડીને હરાવ્યો: ભાગ લેનાર દેશના પ્રથમ IAS અધિકારી 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version