ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
ટેલિવિઝન પર ધૂમ મચાવી રહેલ જાણીતો કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ઘનશ્યામ નાયક આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અભિનેતાને કેન્સર થયું હતું જેની સારવાર ચાલુ છે. એપ્રિલ મહિનામાં આ બીમારીની ખબર પડી અને ત્યારબાદ પણ તેઓ સતત શૂટિંગ કરતા હતા. હવે ઘનશ્યામ નાયકની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નટુકાકાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે તસવીરમાં તેઓ ખુબ કમજોર જણાઈ રહ્યા છે. તેમનો ચહેરો એક બાજુથી સૂજી ગયેલો છે. અભિનેતાએ સફેદ કૂર્તો પાઈજામો પહેર્યો છે અને હાથ પાછળ રાખીને ઊભા છે. આમ છતાં અભિનેતા પોતાના ફેન સાથે તસવીરમાં હસતાં જોવા મંળી રહ્યા છે. ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે મીડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા ઘનશ્યામ નાયકના ગળામાં કેટલાક સ્પોટ્સ જોવા મળ્યા હતા, ત્યારબાદ વિકાસે તેમના પિતાની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો.

ઘનશ્યામના પુત્રએ વધુમાં જણાવ્યું કે એપ્રિલ મહિનામાં, તેમના ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જેથી પરિવાર સભ્યોને આ ગંભીર રોગની જાણ થઈ હતી. જોકે ઘનશ્યામ નાયકનો પરિવાર કોઈ જોખમ લેવા માંગતા ન હતો. આ જ કારણે તેમના કીમોથેરેપી સેશન્સ શરૂ કર્યા. સારવાર એ જ ડોક્ટર કરી રહ્યા છે જેમણે શરૂઆતના સમયમાં બીમારીની ભાળ મેળવી હતી. હાલ ઘનશ્યામ નાયકનો કીમો સેશન ચાલે છે. રેગ્યુલર બેઝિસ પર સ્કેનિંગ પણ થઈ રહ્યું છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ગળામાં દેખાઈ રહેલા સ્પોર્ટ્સ જલદી અદૃશ્ય થઈ જશે.
મુંબઈમાં ગુરુવારથી શુક્રવાર સુધી આટલા ટકા પાણીકાપ રહેશે; જાણો વિગત