Site icon

કેન્સર સામે લડી રહેલા ‘તારક મહેતા…’ના નટુકાકાની તસવીર વાયરલ, બીમારીને કારણે થઇ આવી હાલત; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ટેલિવિઝન પર ધૂમ મચાવી રહેલ જાણીતો કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ઘનશ્યામ નાયક આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અભિનેતાને કેન્સર થયું હતું જેની સારવાર ચાલુ છે. એપ્રિલ મહિનામાં આ બીમારીની ખબર પડી અને ત્યારબાદ પણ તેઓ સતત શૂટિંગ કરતા હતા. હવે ઘનશ્યામ નાયકની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

નટુકાકાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે તસવીરમાં તેઓ ખુબ કમજોર જણાઈ રહ્યા છે. તેમનો ચહેરો એક બાજુથી સૂજી ગયેલો છે. અભિનેતાએ સફેદ કૂર્તો પાઈજામો પહેર્યો છે અને હાથ પાછળ રાખીને ઊભા છે. આમ છતાં અભિનેતા પોતાના ફેન સાથે તસવીરમાં હસતાં જોવા મંળી રહ્યા છે.  ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે મીડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા ઘનશ્યામ નાયકના ગળામાં કેટલાક સ્પોટ્સ જોવા મળ્યા હતા, ત્યારબાદ વિકાસે તેમના પિતાની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો. 

ઘનશ્યામના પુત્રએ વધુમાં જણાવ્યું કે એપ્રિલ મહિનામાં, તેમના ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જેથી પરિવાર સભ્યોને આ ગંભીર રોગની જાણ થઈ હતી. જોકે ઘનશ્યામ નાયકનો પરિવાર કોઈ જોખમ લેવા માંગતા ન હતો. આ જ કારણે તેમના કીમોથેરેપી સેશન્સ શરૂ કર્યા. સારવાર એ જ ડોક્ટર કરી રહ્યા છે જેમણે શરૂઆતના સમયમાં બીમારીની ભાળ મેળવી હતી. હાલ ઘનશ્યામ નાયકનો કીમો સેશન ચાલે છે. રેગ્યુલર બેઝિસ પર સ્કેનિંગ પણ થઈ રહ્યું છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ગળામાં દેખાઈ રહેલા સ્પોર્ટ્સ જલદી અદૃશ્ય થઈ જશે.

મુંબઈમાં ગુરુવારથી શુક્રવાર સુધી આટલા ટકા પાણીકાપ રહેશે; જાણો વિગત
 

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version