ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
ટીવીની લોકપ્રિય અભિનેત્રી સૌથી સુપરનેચરલ શો નાગિનનો ભાગ રહી ચુકેલી અભિનેત્રી સુરભી જ્યોતિ આજકાલ પોતાના બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.
તાજેતરમાં સુરભી એ તેના નવા ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. આ તસવીરોમાં સુરભિએ તેનો બોલ્ડ અવતાર ફ્લોન્ટ કર્યો છે. આ તસવીરોમાં સુરભી જ્યોતિ બ્લેક ટ્રાન્સપરન્ટ ટોપમાં નજરે પડી રહી છે. આ સ્ટાઇલિશ આઉટફિટમાં તે અલગ અંદાજમાં ખુબ જ સુંદર પોઝ આપતી નજરે પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુરભી જ્યોતિએ 2012 માં હિન્દી ટીવી ઉદ્યોગમાં ટીવી શો ‘કાબુલ હૈ’ દ્વારા પ્રવેશ કર્યો હતો. ‘કાબુલ હૈ’ માં તેણે ઝોયા ફારૂકી નામની છોકરીની ભૂમિકા ભજવી હતી. આ સીરીયલને કારણે તેને ઘણા એવોર્ડ મળ્યા. ત્યાર બાદ તે એકતા કપૂરની નાગિન સિરિયલની સિરીઝ -3 માં પણ જોવા મળી હતી. છેલ્લે તે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘કુબુલ હૈ 2.0’ માં નજર આવી હતી.
પાલઘરમાં બે લાઇનમેન એક કલાક સુધી વીજળીના તાર પર લટકતા રહ્યા; NDRFએ કર્યું બચાવકાર્ય, જુઓ વીડિયો