ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’થી રાતોરાત લોકપ્રિય બનેલી અને એક સમય દરમિયાન અંધારી આલમના ડૉન દાઉદ ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અભિનેત્રી મંદાકિની બે દાયકા પછી ફરી અભિનય કરવા જઈ રહી છે.
હાલ અભિનેત્રી ફિલ્મો અને વેબ સિરીઝની સ્ક્રિપ્ટ વાંચવામાં વ્યસ્ત છે. મંદાકિનીને પોતાના કમબૅક માટે એક એવા પાત્ર અને કહાનીનેશોધી રહી છે જે તેને સારી સફળ શરૂઆત આપે.
મંદાકિનીના મૅનેજર બાબુભાઈ થિબાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે મંદાકિની ફિલ્મો અને વેબ સિરીઝ માટે કામ કરવા તૈયાર છે, પરંતુ તે ફક્ત મુખ્ય ભૂમિકાઓ નિભાવા માગે છે. હાલ તે સ્ક્રિપ્ટ વાંચી રહી છે.
ત્રણ વાર નૅશનલ ઍવૉર્ડ જીતનાર આ દિગ્ગજ અભિનેત્રીનું હાર્ટ ઍટેકથી થયું મૃત્યુ; જાણો વિગત
મંદાકિનીને ફરી કમબૅક કરવા માટે તેના ભાઈ ભાનુએ સલાહ આપી છે. તેને જાહેરમાં જોઈને હજી પણ લોકો ઓળખી કાઢે છે એથી જ ભાઈ ભાનુએ તેને ફરી સક્રિય થવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે ટેલિવિઝનની એક સિરિયલમાં તેને એક રોલ ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે મંદાકિની કમબૅક માટે તૈયાર નહોતી. આ પછી એ ભૂમિકા અનિતા રાજેએ ભજવી હતી.