ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ 2021
મંગળવાર
પરેશ રાવલે તેમના ફેન્સને એક ખુશીના સમાચાર ટ્વીટ કરીને આપ્યા છે. પરેશ રાવલે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે શ્રી જગન્નાથજીની રથયાત્રા તથા અષાઢી બીજના પાવન દિવસે મારા વહાલા ગુજરાતી દર્શકોને જણાવતાં અપાર આનંદ થાય છે કે લગભગ 40 વર્ષના સમયગાળા બાદ હું ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યો છું, જે મારા સુપરહિટ ગુજરાતી નાટક ‘ડિયર ફાધર’ ઉપર આધારિત છે. આપ સૌના સહકાર અને આશીર્વાદની અપેક્ષા.
માથે તિલક કરતાં ધર્મને લઈને સારા અલી ખાન વધુ એક વખત ટ્રૉલ થઈ; જાણો યૂઝર્સે શું કહ્યું
ઉલ્લેખનીય છે કે ઍક્ટર પરેશ રાવલ હાલમાં પોતાની ફિલ્મ 'હંગામા-2' ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ વર્ષ 2003માં આવેલી સુપર હિટ કૉમેડી ફિલ્મ 'હંગામા'ની સિક્વલ છે. પરેશ રાવલ આ ફિલ્મમાં પણ કૉમેડી કરતાં જોવા મળ્યા હતા, પરંતુ એ એક એવા વર્સટાઇલ ઍક્ટર છે જે કોઈ પણ રોલમાં ફિટ થઈ જાય છે ભલે એ કૉમેડી હોય અથવા પછી વિલન કે પછી ચરિત્ર રોલ. ફિલ્મી પડદા પર તે જેટલા અલગ-અલગ રંગોમાં જોવા મળે છે તેમની અંગત જીંદગી પણ એટલી જ વર્સટાઇલ છે. ઍક્ટર, કૉમેડિયન, મૉડલ, રાજકારણીથી માંડીને સામાજિક કાર્યકર્તા પરેશ રાવલ રિયલ લાઇફમાં આ તમામ પાત્રોને ભજવે છે.