Site icon News Continuous Bureau | Mumbai

કંગનાએ આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાના બહાને મુસ્લિમ કૉમ્યુનિટી પર ઉઠાવ્યા આ સવાલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

કંગના રનૌત સોશિયલ મીડિયામાં ઘણી જ ઍક્ટિવ રહે છે. કંગના ફિલ્મ ઉપરાંત સમાજ, રાજકીય મુદ્દા તથા બૉલિવુડ સ્ટાર્સ અંગે બેફામ નિવેદનો આપતી હોય છે. હાલમાં જ આમિર ખાન તથા કિરણ રાવે ડિવૉર્સની જાહેરાત કરી હતી. આ બંનેના ડિવૉર્સના બહાને કંગનાએ મુસ્લિમ કૉમ્યુનિટીને આડેહાથ લીધી છે. તેણે સવાલ કર્યો છે કે કેમ આખરે કોઈ મુસ્લિમની સાથે રહેવા માટે કેમ મુસ્લિમ બનવું પડે છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુસેનાના આ કલાકારો વચ્ચે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?

કંગનાએ લાંબી નોટ શૅર કરતાં કહ્યું હતું, ‘’એક સમયે પંજાબમાં મોટા ભાગના પરિવારમાં એક દીકરાને હિંદુ તથા બીજા દીકરાને શીખ બનાવવાનો રિવાજ હતો. આવો ટ્રેન્ડ હિંદુઓ તથા મુસ્લિમ અથવા શીખ અને મુસ્લિમ અથવા અન્ય કોઈમાં જોવા મળ્યો નથી. આમિર ખાન સરના ડિવૉર્સ બાદ મને નવાઈ એ વાતની લાગી કે આંતરધર્મીય લગ્નમાં બાળક હંમેશાં મુસ્લિમ જ કેમ બને છે? કેમ મહિલાઓ હિંદુ બનીને રહી શકતી નથી. સમયની સાથે આપણે હવે આ બદલવાની જરૂર છે. આ જૂનો રિવાજ છે. જો એક પરિવારમાં હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, રાધાસ્વામી, નાસ્તિક લોકો રહી શકતા હોય તો મુસ્લિમ કેમ નહીં? આખરે કેમ કોઈએ મુસ્લિમ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલવો પડે છે?’’

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version