ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 મે 2021
શનિવાર
ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અંકિતા તેનાં ફેન્સથી જોડાયેલાં રહેવાની કોઇ તક નથી છોડતી. તે ફેન્સને અપડેટ રાખવા માટે તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે.
હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે. અંકિતાનો આ લૂક તેનાં ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ ફોટોમાં અંકિતા લોખંડે ગોલ્ડન શિમરી ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે.
તેનાં ડ્રેસમાં સૌથી ખાસ છે આ ડ્રેસની બેક ડિઝાઇન. જેને અંકિતાએ તેની તસવીરોમાં સુંદરતાથી ફ્લોન્ટ થઇ છે. અંકિત લોખંડેની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 1 લાખ 14 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.
અંકિતા લોખંડે તેના સ્માઈલ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી હંમેશાં તેના ટ્રેડીશનલ, ગ્લેમરસ સ્ટાઇલ અને તેની બોલ્ડ તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.