News Continuous Bureau | Mumbai
ટીવીના પોપ્યુલર સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં(TMKOC twist) એક નવો ટ્વિસ્ટ આવવાનો છે. જેઠાલાલ ગડા માટે એક સરપ્રાઈઝ નું આયોજન કરવામાં આવ્યું છે. શોને વધુ રસપ્રદ બનાવવા માટે મેકર્સ સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે. આવનારા એપિસોડ્સમાં તમે જોશો કે કેવી રીતે જેઠાલાલ(Jethalal) સવારે ગડા ઈલેક્ટ્રોનિક્સમાં પહોંચે છે અને કામ શરૂ કરવાની તૈયારી કરે છે. પરંતુ તેઓ નથી જાણતા કે તેમના માટે એક સરપ્રાઈઝ (surprise)આવી રહી છે.
નટુ કાકા અને બાઘા તેમના શેઠજી માટે ખૂબ જ ખુશ છે. પણ તે આ સરપ્રાઈઝ તેના શેઠજીને બહુ સરળતાથી કહેવા માંગતા નથી. પહેલા બંને જેઠાલાલને એકસાથે આવકારે(welcome) છે અને પછી તેમને બેસવા માટે જગ્યા આપે છે. આ પછી બંને સારા સમાચાર આપવાનું વિચારે છે. જેઠાલાલને વસ્તુઓ એકદમ અજીબ લાગે છે. બાઘા અને નટુ કાકા બંને એક રહસ્ય છુપાવી રહ્યા છે તેવી જેઠાલાલને શંકા(dought) જાય છે.
આ સમાચાર પણ વાંચો : આખરે સત્ય આવ્યું બહાર-આ વ્યક્તિ ના કારણે દયાબેન એટલે કે દિશા વાકાણી એ છોડ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો
બાઘા પહેલા થોડો ડાન્સ (dance)કરે છે, જેમાં નટુ કાકા પણ જોડાય છે. થોડા સમય પછી જેઠાલાલ આ બધાથી કંટાળી જાય છે અને થોડો ગુસ્સો પણ કરે છે. આખરે બાઘા જેઠાલાલને તેના અમેરિકા(America) જવાની જાણ કરે છે. આ પછી શું થાય છે, તે તમને સિરિયલ જોઈને જ ખબર પડશે. આખરે આ યુએસ ટ્રીપ(US trip) પાછળનું કારણ શું હોઈ શકે? શું જેઠાલાલ ખરેખર અમેરિકા જશે? આગામી એપિસોડ્સમાં તમને ઘણું સસ્પેન્સ, ડ્રામા, રોમાંચ અને હાસ્ય જોવા મળશે.
