ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
બિગ બોસ’ અને ‘ઝલક દિખ લા જા’ જેવા રિયાલિટી શોમાં કામ કરી ચુકેલી સોફી ચૌધરી પોતાના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ-સિંગર સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.
સોફીની આ તસવીરોમાં તેની હોટ અને બોલ્ડ સ્ટાઇલ જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોફી ચૌધરીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે સોફી ચૌધરી બોલીવુડમાં તેના બોલ્ડ અભિનય માટે જાણીતી છે. સોફી અગાઉ પણ ઘણી વાર બોલ્ડ અવતારમાં જોવા મળી ચુકી છે.
સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સોફી ચૌધરીએ 'શાદી નંબર 1', 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ', 'હે બેબી', 'સ્પીડ', 'આ દેંખે જરા' અને 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા' જેવી મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સોફી એકટ્રેસ અને મોડેલ સાથે- સાથે એક સિંગર પણ છે. તેમણે બૉલીવુડની અનેક ફિલ્મોમાં એકટિંગની સાથે અનેક સોંગ માટે પ્લેબેક પણ કર્યું છે.