Site icon

કલ્કી કોચલીન પરફેક્ટ માતા બનવા માંગે છે-પોતાના નવજાતને બ્રેસ્ટ ફીડિંગ થી વંચિત ન રાખવા માટે કરે છે આ અઘરું કામ

News Continuous Bureau | Mumbai

માતાની જવાબદારી(Mother's Responsibility) નિભાવવી એક મોટો પડકાર છે. વિચારો કે બાળક સંભાળવાની(Child care) સાથે નોકરી કરતી મહિલાઓની(Working women) શુ હાલત થતી હશે. જો કે અહીં વાત કલ્કી કોચલિને(Kalki Koechlin) એક એવી તસવીર શેર(Image share) કરી છે જેને જોઈને તમે બધું સમજી જશો અને એક વર્કિંગ વુમન માટે તમારા દિલમાં ઈજ્જત વધી જશે.

Join Our WhatsApp Community

આ તસવીર શેર કરીને વર્કિંગ મોમની લાઈફ (Working Mom Life) કેવી હોય છે તે અંગે પણ જણાવ્યું હતું. આ તસવીરમાં જાેઈ શકાય છે કે, શૂટિંગ(Film shooting) પહેલાં કલ્કી બ્રેસ્ટ પંપ(Breast pump) લગાવીને મેકઅપ (Makeup) અને હેરસ્ટાઇલ(hairstyle) કરાવતી જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે ‘મોમ્સ ગિલ્ટ’(Mom's Guilt) વિશે પણ લખ્યું છે. દીકરીને કોઈ તકલીફ ન પડે તે માટે કલ્કી બ્રેસ્ટ પંપમાંથી દૂધ કાઢીને શૂટિંગ પર જતી હતી. 

ફોટો શેર કરતાં કલ્કીએ લખ્યું હતું કે, 'મોમ્સ ગિલ્ટની યાદોમાં, રેજિંગ બૂબ્સ અને બાયોનિક બોડી.(Bionic body.)' આ તસવીરમાં કલ્કી શૂટિંગના સ્થળે મેકઅપ રૂમમાં અરીસા સામે બેસીને પોતાના વાળ સેટ કરાવી રહી છે અને તે જ સમયે પોતાનાં સ્તન પર બ્રેસ્ટ પમ્પ લગાવીને પોતાની દીકરી માટે દૂધ પણ એકઠું કરી રહી છે. ફેન્સની કલ્કીની આ થ્રોબેક તસવીર(Throwback image) લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'અમે બધા જાણીએ છીએ કે તમે તમારાથી બનતું બધું સારું કરી શકો છો. હંમેશાં આ રીતે ખાસ રહો અને ક્યારેય બદલાશો નહીં કારણ કે તે જ તમને ખાસ બનાવે છે.' એક યુઝરે લખ્યું હતું કે, ‘સ્ટ્રોંગ મધર.’ 

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચને આમિર ખાનની ફીરકી લીધી

કલ્કીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, એક્ટ્રેસ ટૂંક સમયમાં વેબ સિરીઝ 'મેડ ઇન હેવન'ની(Made in Heaven) બીજી સિઝનમાં જાેવા મળશે. આ સિવાય તેણે 'ગોલ્ડફિશ' (GOldfish) અને 'એમ્મા એન્ડ એન્જલ'નું(Emma and Angel's) શૂટિંગ પણ પૂરું કરી દીધું છે. કલ્કી ઉપરાંત કોંકણા સેન શર્મા, અર્જુન રામપાલની પ્રેમિકા ગેબ્રિએલા, નીના ગુપ્તા, લીઝા હેડન, એમી જેક્સન તથા બ્રુના અબ્દુલ્લાહે પણ લગ્ન પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો.

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version