News Continuous Bureau | Mumbai
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકો આ ફિલ્મને પ્રોપગોંડા કહી રહ્યા છે, જ્યારે એક મોટો વર્ગ આ ફિલ્મના સમર્થનમાં છે. બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ આ ફિલ્મને સપોર્ટ કરી રહી છે.બીજી તરફ બોલિવૂડના દિગ્ગજ કલાકાર નાના પાટેકરે કહ્યું છે કે ભારત હિન્દુ અને મુસ્લિમ બંનેનો દેશ છે. આવી સ્થિતિમાં સમાજમાં વિભાજન અને ભેદભાવ કરવો યોગ્ય નથી.
નાના પાટેકર પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને 'ધ કાશ્મીર ફાઇલ્સ' સંબંધિત પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. 1990ના દાયકામાં કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોના હિજરતના મુદ્દે ચાલી રહેલી ચર્ચા વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું- દેશમાં અમન-શાંતિનો માહોલ છે. દરેક ધર્મના લોકો સાથે રહે છે. આવા સમયે કારણ વગરની બબાલ ઊભી કરવી યોગ્ય નથી. આટલું જ નહીં તેમણે સીધા શબ્દોમાં કહ્યું કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને સમાજના બે ટુકડા થઈ જશે અને સમાજમાં આ રીતના ભાગલા પાડવા યોગ્ય નથી.અભિનેતા એ વધુ માં કહ્યું હતું કે ફિલ્મ બનાવીને તથા બતાવીને કારણ વગરનો હંગામો મચાવવામાં આવ્યો છે. આ યોગ્ય નથી. દેશમાં હિંદુ તથા મુસ્લિમ લોકો બંને અમન તથા શાંતિથી રહે છે. બંને ધર્મના લોકો અહીંયાના જ છે. આ માહોલ ખરાબ કરવા જેવી વાત છે.જો કે, નાના પાટેકરે એમ પણ કહ્યું હતું કે તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, તેથી જ તે હજી સુધી તેના પર ટિપ્પણી કરી શકશે નહીં. તેણે એમ પણ કહ્યું કે ફિલ્મને લઈને વિવાદ કરવો યોગ્ય નથી.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઇતિહાસ માં પેહલી વાર બની આવી ઘટના,‘ધ કાશ્મીર ફાઈલ’ ને પ્રમોટ કરવા વેપારીઓ, સામાજિક સંગઠન કરી રહ્યા છે આ કામ; જાણો વિગત
તમને જણાવી દઈએ કે, 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલાં વીકમાં 97.30 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં પલ્લવી જોષી, અનુપમ ખરે, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર જેવા કલાકારો છે.12 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ પહેલાં દિવસે 600 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. ત્યારબાદ 2 હજાર સ્ક્રીન્સ કરવામાં આવી હતી.