Site icon News Continuous Bureau | Mumbai

Nana patekar: એક કે બે નહીં દિવસ માં અધધ આટલી સિગારેટ પીતો હતો નાના પાટેકર, મોટા દીકરા પ્રત્યે અભિનેતા ને હતી આવી લાગણી

Nana patekar: નાના પાટેકર બોલિવૂડ નો દિગ્ગજ અભિનેતા છે. નાના પાટેકરે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેને તેના મોટા દીકરા થી નફરત હતી. અને એ પણ ખુલાસો કર્યો કે તેને સિગારેટ ની ખરાબ લત લાગી હતી.

nana patekar smoked 60 cigarettes a day

nana patekar smoked 60 cigarettes a day

News Continuous Bureau | Mumbai 

Nana patekar: નાના પાટેકર બોલિવૂડ નો દિગ્ગ્જ અભિનેતા છે. નાના પાટેકર ને તેમની પર્સનલ લાઈફ વિશે વાત કરવી બહુ પસંદ નથી પરંતુ તાજેતરમાં એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન નાના પાટેકરે તેમની પર્સનલ લાઈફ ને  ખુલી ને વાત કરી હતી. આ દરમિયાન તેમને જણાવ્યું કે તેઓ તેમના મોટા દીકરા એન નફરત કરતા હતા આ સાથે જ તેમને એ વિશે પણ ખુલાસો કર્યો કે તેમને સિગારેટ પીવાની ખરાબ લત લાગી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી શરૂ થતા જ થઇ ઝગડા ની શરૂઆત, શો ના આ સ્પર્ધકે મહિલા સ્પર્ધક સાથે કરી મારપીટ!

નાના પાટેકર ને દીકરા થી હતી નફરત 

એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે પોતાના મોટા પુત્ર વિશે વાત કરતા કહ્યું કે તેનું નામ દુર્વાસ હતું. તેણે પોતાના પુત્રનું નામ દુર્વાસા ઋષિના નામ પરથી રાખ્યું, જે તેના ક્રોધ માટે પ્રખ્યાત હતા.નાના એ જણાવ્યું કે, “મોટો દીકરો જન્મથી જ બીમાર હતો. તેને કેટલાક કોમ્પ્લીકેશન હતા. એક આંખમાં તકલીફ હતી, તે જોઈ શકતો ન હતો. હું એટલો ઘૃણાસ્પદ વ્યક્તિ છું કે તેને જોતાં જ મને લાગ્યું કે લોકો શું વિચારશે,નાના નો દીકરો કેવો છે? તેને કેવું લાગતું હશે કેવો અનુભવ થતો હશે તે વિશે મેં કદી વિચાર્યું જ નહીં. મને આશ્ચર્ય થયું કે લોકો મારા પુત્ર વિશે શું વિચારશે. તેનું નામ દુર્વાસ હતું. અઢી વર્ષની વયે તેનું અવસાન થયું. પણ શું કરીએ, જીવનમાં કેટલીક વસ્તુઓ થાય છે.”


નાના પાટેકરે પોતાની વાત ને આગળ વધારતા જણાવ્યું કે, ‘મારી બહેનના કારણે મેં ધૂમ્રપાન છોડ્યું. તેનો એકમાત્ર પુત્ર ગુજરી ગયો હતો. તે સમયે હું દિવસમાં 60 જેટલી સિગારેટ પીતો હતો. હું નહાતી વખતે પણ સિગારેટ પીતો હતો. પણ આ બહુ ગંદી વાત છે. મારી કારમાં કોઈ બેસતું પણ નહોતું કારણ કે તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. મેં ક્યારેય આટલો દારૂ પીધો ન હતો પણ સિગારેટ પીધી પછી મારી બહેને મને સિગારેટ પીધા પછી ઉધરસ ખાતા જોયો. તેણે કહ્યું, મારે હવે બીજું શું જોવાનું છે?એ સાંભળીને નાનાને ખૂબ જ ખરાબ લાગ્યું અને એ પછી તેણે એક દિવસ પણ સિગારેટ ન પીધી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Aamir Khan Threat સલમાન ખાન બાદ હવે આમિર ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર, સોશિયલ મીડિયા પર આપી ધમકી; જાણો કારણ
Deepika Padukone’s Commitment કામ જ પૂજા છે.. દીપિકા પાદુકોણે પ્રેગ્નન્સી દરમિયાન એક્શન શૂટિંગ કરીને સેટ કર્યા નવા માપદંડો.
The Odyssey Tickets in India ભારતમાં ‘ધ ઓડિસી’ ની ટિકિટો થઈ મોંઘી, પ્રીમિયમ સીટના ભાવ 3 હજારને પાર..
Exit mobile version