Nandish Sandhu Engagement: નંદીશ સંધુની લાઇફમાં ફરી થઇ પ્રેમ ની એન્ટ્રી,બીજી ઈનિંગ્સ શરૂ કરતાં જ શેર કરી ખાસ તસવીરો

Nandish Sandhu Engagement: રશ્મિ દેસાઈ સાથે છૂટાછેડા લીધા બાદ નંદીશ સંધુ ના જીવન માં પ્રેમ ની એન્ટ્રી થઇ છે. તેને સગાઇ કરી લીધી છે જેની તસવીરો અભિનેતા એ શેર કરી છે.

by Zalak Parikh
Nandish Sandhu Gets Engaged Again

News Continuous Bureau | Mumbai 

Nandish Sandhu Engagement: ટીવી સિરિયલ ‘ઉતરન’ થી લોકપ્રિય બનેલા અભિનેતા નંદીશ સંધુએ તેના ચાહકોને એક મોટી ખુશખબર આપી છે. અભિનેતાએ તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે અને સોશિયલ મીડિયા પર તેની ખાસ તસવીરો પણ શેર કરી છે.નંદીશ સંધુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સગાઈની જાહેરાત કરતા રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં નંદીશ અને તેની પાર્ટનર બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. નંદીશની પાર્ટનરનું નામ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીના મિત્રો અને ચાહકો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Sara Khan: ‘બિગ બોસ’ ફેમ સારા ખાને કૃષ પાઠક સાથે કર્યા રજિસ્ટર્ડ મેરેજ, તસવીરો શેર કરીને કહી આવી વાત

પહેલું લગ્નજીવન તૂટ્યા બાદ ફરી પ્રેમની શરૂઆત

ઉલ્લેખનીય છે કે, નંદીશ સંધુએ અગાઉ તેની કો-સ્ટાર રશ્મિ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમના લગ્ન લાંબો સમય ટક્યા નહોતા અને આ જોડીએ વર્ષ ૨૦૧૬માં છૂટાછેડા લઈ લીધા હતા.પહેલું લગ્નજીવન તૂટી ગયા બાદ નંદીશ સંધુએ ફરી એકવાર પ્રેમમાં વિશ્વાસ મૂક્યો છે. પોતાની નવી શરૂઆતની જાહેરાત કરતાં નંદીશે જણાવ્યું હતું કે, તે તેના જીવનના આ નવા અધ્યાય માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો હવે જલ્દી જ નંદીશ અને તેની મંગેતરના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by NANDISH SINGH SANDHU (@nandishsandhu)


નંદીશ સંધુએ ‘ઉતરન’ ઉપરાંત ‘બેગુસરાય’ અને ‘સાવિત્રી’ જેવા શોમાં પણ કામ કર્યું છે. હાલમાં તેની આ અંગત જીવનની જાહેરાતને કારણે તે ફરી ચર્ચામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More