News Continuous Bureau | Mumbai
આજે નરગીસની પુણ્યતિથિ છે. વર્ષ 1957માં ફિલ્મ મધર ઈન્ડિયામાં તેનો અભિનય અભિનેત્રી ને એક અલગ જ સ્તર પર લઈ ગયો. દર્શકો તેને પડદા પર જોવાનું પસંદ કરે છે. નરગીસ એ જમાનાની એવી અભિનેત્રી હતી કે જેણે પોતાની શ્રેષ્ઠ અભિનય કૌશલ્યનો ફેલાવો જ નહી પરંતુ તેણે રાજનીતિના ક્ષેત્રમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી.
નરગીસ હતી રાજ્યસભામાં ચૂંટાયેલી પ્રથમ મહિલા ફિલ્મ સ્ટાર
નરગીસ તેના સમયની અભિનેત્રી હતી જે રાજ્યસભામાં ચૂંટાયેલી પ્રથમ મહિલા ફિલ્મ સ્ટાર હતી. ફિલ્મી દુનિયા ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ તેમનું જોરદાર ફેન ફોલોઈંગ હતું. આટલું જ નહીં, નરગીસ પહેલી અભિનેત્રી હતી જેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. નરગીસે વર્ષ 1958માં તેના મધર ઈન્ડિયા કો-સ્ટાર અને અભિનેતા સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા અને બાદમાં અભિનયની દુનિયાને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું.નરગીસનું જીવન લાંબું ન ચાલ્યું. 1981 માં સ્વાદુપિંડના કેન્સર થી તેમનું મૃત્યુ થયું. 1982 માં, તેમના મૃત્યુના એક વર્ષ પછી, સુનીલ દત્તે તેમની યાદમાં નરગીસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરી.
નરગીસ હતી એક સામાજિક કાર્યકર
તમને જણાવી દઈએ કે 7 મે, 1981ના રોજ નરગીસના પુત્ર સંજય દત્ત ની ડેબ્યૂ ફિલ્મ ‘રોકી’ના પ્રીમિયર વખતે તેના માટે એક સીટ ખાલી રાખવામાં આવી હતી. એટલું જ નહીં, 1970ના દાયકાની શરૂઆતમાં નરગીસ ‘ધ સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઈન્ડિયા’ની પ્રથમ સંરક્ષક બની હતી. સંસ્થા સાથે મળીને તેમણે સામાજિક કાર્યકર તરીકે કામ કર્યું. આજે નરગીસ આપણી વચ્ચે નથી, પરંતુ તે પોતાની ફિલ્મો દ્વારા તેના ચાહકોના દિલમાં આજે પણ જીવંત છે.