Naseeruddin shah on PM Modi: લોકસભા ચૂંટણીમાં બીજેપી ને બહુમતી ના મળતા ખુશ નસીરુદ્દીન શાહે પીએમ મોદી ને લઈને કરી આવી ટિપ્પણી

Naseeruddin shah on PM Modi: નસીરુદ્દીન શાહ હંમેશા તેના વિવાદિત નિવેદન ને કારણે ચર્ચામાં આવે છે તાજેતરમાં એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા એ પીએમ મોદી પર નિશાન સાધતા ટિપ્પણી કરી હતી

by Zalak Parikh
naseeruddin shah attack pm narendra modi and bjp

News Continuous Bureau | Mumbai 

Naseeruddin shah on PM Modi: નસીરુદ્દીન શાહ બોલિવૂડના દિગ્ગ્જ અભિનેતા છે. નસીરુદ્દીન શાહ હંમેશા તેમના વિવાદિત નિવેદન ને કારણે ચર્ચામાં આવે છે. હાલમાં જ નરેન્દ્ર મોદી એ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ભાજપે સતત બે વાર એટલે કે 2014 અને 2019 માં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. હવે વર્ષ 2024માં લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે ત્રીજી વખત પણ ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે પરંતુ તેવી થયું નહીં. નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હોવા છતાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકી નથી. હવે નસીરુદ્દીન શાહે આના પર પ્રતિક્રિયા આપી છે અને પીએમ મોદી પર ટિપ્પણી કરી છે. 

આ સમાચાર પણ વાંચો :  Mirzapur 3 teaser out: ઘાયલ સિંહ બનીને પાછો ફર્યો કાલીન ભૈયા, મિર્ઝાપુર 3 નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, આ તારીખે પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે ગુડ્ડુ ભૈયા ની સિરીઝ

નસીરુદ્દીન શાહે કરી નરેન્દ્ર મોદી પર ટિપ્પણી 

એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન નસીરુદ્દીન શાહે કહ્યું, ‘જ્યારે તેમને ખબર પડી કે ભાજપને લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મળી નથી અને તેણે છેલ્લા બે વખત કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું નથી. આ સમાચારથી તે ખુશ હતો. પીએમ નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું હતું કે તેઓ આજીવન વડાપ્રધાન બનવાના છે. હવે ગઠબંધન સરકાર ચલાવવી એ પીએમ મોદી માટે કડવી ગોળી ખાવા જેવું હશે.’

 

View this post on Instagram

 

A post shared by The Wire (@thewirein)


પોતાની વાત ને આગળ વધારતા નસીરુદ્દીન શાહે કહ્યું, ‘જો પીએમ મોદી મુસ્લિમ ટોપી પહેરે તો તે વધુ સારો સંદેશ આપશે. આનાથી મુસ્લિમોમાં સંદેશ જશે કે તે મુસ્લિમોને ધિક્કારતા નથી. જો પીએમ મોદી આવો સંદેશ આપશે તો તે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તે છેલ્લા ઘણા સમયથી સમજદારી ભરી વાતો કરી રહ્યા છે. જો પીએમ મોદી એવું માનતા હોય કે તેમને ભગવાને મોકલ્યા છે અથવા તો તેઓ ખુદ ભગવાન છે તો બધાએ તેનાથી ડરવું જોઈએ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More