Site icon

Naseeruddin shah on gadar 2: નસીરુદ્દીન શાહે ફરી ગુમાવ્યો તેની જીભ પર નો કાબુ! ‘ગદર 2’ અને કાશ્મીર ફાઇલ્સ વિશે કહી આવી વાત

Naseeruddin shah on gadar 2: સની દેઓલની ગદર 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે ભારતમાં રૂ. 510 કરોડ અને વિશ્વભરમાં રૂ. 600 કરોડથી વધુની કમાણી કરી છે અને તેને સર્વકાલીન બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી છે. જો કે હવે નસીરુદ્દીન શાહે ફિલ્મની સફળતા પર પોતાનું મૌન તોડ્યું છે.

Naseeruddin shah says how films like gadar 2 kashmir files becoming super hit

Naseeruddin shah says how films like gadar 2 kashmir files becoming super hit

News Continuous Bureau | Mumbai 

Naseeruddin shah on gadar 2: બોલિવૂડ એક્ટર નસીરૂદ્દીન શાહ તેમની શાનદાર એક્ટિંગ ઉપરાંત તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતા છે. દરરોજ તેમના એક યા બીજા નિવેદન હેડલાઈન્સ માં રહે છે. આ દરમિયાન ફરી એકવાર નસીરુદ્દીન શાહે કંઈક એવું કહ્યું છે જેના કારણે તેઓ સમાચારમાં આવ્યા છે. વાસ્તવમાં, આ દિવસોમાં નસીરુદ્દીન શાહ તેમના નિર્દેશિત સાહસ ‘મેન વુમન મેન વુમન’ને પ્રમોટ કરતા જોવા મળે છે. દરમિયાન, એક ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ની સફળતા વિશે કંઈક એવું કહ્યું કે હવે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

Join Our WhatsApp Community

 

નસીરુદ્દીન શાહે ગદર 2 અને ધ કાશ્મીર ફાઇલ્સ માટે કહી આવી વાત 

જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું બોલિવૂડમાં ફિલ્મો બનાવવાનો હેતુ બદલાઈ ગયો છે, તો નસીરુદ્દીન શાહે જવાબ આપ્યો, “હા, તમે જેટલા અંધરાષ્ટ્રવાદી છો તો તમે તેટલા પ્રખ્યાત થશો. કારણ કે તે જ આ દેશ પર રાજ કરી રહ્યા છે. પોતાના દેશને પ્રેમ કરવો પૂરતો નથી, વ્યક્તિએ તેના વિશે ઢિંઢોરો પીટવો છે અને કાલ્પનિક દુશ્મનો બનાવવા છે. આ લોકોને ખ્યાલ નથી હોતો કે તેઓ જે કરી રહ્યા છે તે ખૂબ જ નુકસાનકારક છે. જો તમે ‘ધ કેરલા સ્ટોરી’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ગદર 2’ જેવી ફિલ્મો જુઓ, મેં તે ફિલ્મો જોઈ નથી, પરંતુ હું જાણું છું કે તે શું છે. તે ચિંતાજનક છે કે ‘કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મો આટલી હિટ બની રહી છે, જ્યારે સુધીર મિશ્રા, અનુભવ સિંહા અને હંસલ મહેતા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મો છે, જે તેમના સમયનું સત્ય બતાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમની ફિલ્મો પસંદ કરવામાં નથી આવી રહી. પરંતુ તે મહત્વનું છે કે આ ફિલ્મ નિર્માતાઓ હાર ન માને અને વાર્તાઓ કહેતા રહે.”

આ સમાચાર પણ વાંચો  : Jawan: આ રીતે થતું હતું ‘જવાન’ ના સેટ પર શાહરૂખ ખાન ના સ્ટંટ સીન નું શૂટિંગ , BTS વીડિયો થયો વાયરલ

ગદર 2 ની કમાણી 

તમને જણાવી દઈએ કે અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગદર 2’માં સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. ‘ગદર 2’ એ અત્યાર સુધીમાં ભારતમાં રૂ. 500 કરોડ અને વિશ્વભરમાં રૂ. 600 કરોડથી વધુની કમાણી કરી છે અને તેને સર્વકાલીન બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી છે.

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version