National cinema day 2023: ફક્ત 99 રૂપિયામાં આ લેટેસ્ટ ફિલ્મો ની ટિકિટ કરો બુક, જાણો કયા દિવસે અને કેવી રીતે મળશે ટિકિટ

National cinema day 2023: રાષ્ટ્રીય સિનેમા દિવસના ખાસ અવસર પર સિનેમા પ્રેમીઓ માટે ફરી એક નવી ભેટ આવી છે. હવે તમે માત્ર 99 રૂપિયામાં તમામ લેટેસ્ટ મૂવીઝ જોઈ શકો છો.

by Zalak Parikh
national cinema day 2023 these films tickets available for rs 99

News Continuous Bureau | Mumbai

 National cinema day 2023: શુક્રવારે 13 ઓક્ટોબરે રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે, મોટાભાગના થિયેટરોમાં ફક્ત 99 રૂપિયામાં ફિલ્મ બતાવવામાં આવશે, જેનો અર્થ છે કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે માત્ર થોડા રૂપિયામાં તમારી મનપસંદ મૂવીઝનો આનંદ લઈ શકો છો. આ ખાસ અવસર પર, તમે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન થી લઈ ને ફુકરે 3 અને ગદર 2 સુધી થિયેટરોમાં ઓછી કિંમતે જોઈ શકશો. એટલે કે 13 ઓક્ટોબરે તમે થિયેટરોમાં જઈને માત્ર 99 રૂપિયામાં બધી ફિલ્મો જોઈ શકો છો.

 

રાષ્ટ્રીય સિનેમા દિવસ પર 99 રૂપિયા માં મળશે ટિકિટ 

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દર્શકોને ખાસ ભેટ આપવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત 13 ઓક્ટોબરે લોકો માત્ર 99 રૂપિયામાં દેશભરના સિનેમાઘરોમાં તેમની પસંદગીની ફિલ્મો જોઈ શકશે. આમ કરવા પાછળનું કારણ એ છે કે ફિલ્મ ઉદ્યોગ ખાલી થિયેટરો અને બોક્સ ઓફિસ પર અસફળ ફિલ્મોનો સામનો કરી શકે. આ હેઠળ સિનેમા પ્રેમીઓને મોટી બચત થાય છે, તેથી વધુને વધુ લોકો મૂવી ટિકિટ ખરીદે છે.

આ  સમાચાર પણ વાંચો : salman khan: શું સલમાન ખાન તેના જન્મદિવસ પર કરવા જઈ રહ્યો છે લગ્ન? ભાઈજાન ની એક પોસ્ટ ના કારણે લોકો ના મન માં ઉઠ્યા સવાલ

ટિકિટ બુકીંગ ની માહિતી 

આવી સ્થિતિમાં, તમે તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મો જેવી કે જવાન, ગદર 2, મિશન રાનીગંજ, ફુકરે 3, થેંક્સ ફોર કમિંગ, ધ વેક્સીન વોર અને દોનો જેવી બીજી ઘણી ફિલ્મો જે થિયેટરો માં રિલીઝ થઇ ચુકી છે અને કેટલીક ફિલ્મો શુક્રવારે રિલીઝ થઇ રહી છે તે તમામ ફિલ્મો તમે રૂ. 99માં જોઈ શકશો. આ માટે તમે BookMyShow, PayTM અને ઑફિશિયલ સિનેમા વેબસાઇટ્સ દ્વારા ઑનલાઇન ટિકિટ બુક કરી શકો છો.

Join Our WhatsApp Community

You may also like