Nayanthara: અન્નપૂર્ણિ વિવાદ ની વચ્ચે ફિલ્મ ની અભિનેત્રી નયનતારા એ માંગી માફી, પોસ્ટ શેર કરી કહી આવી વાત

nayanthara apologises for annapoorani controversy

nayanthara apologises for annapoorani controversy

News Continuous Bureau | Mumbai

Nayanthara: નયનતારા ની ફિલ્મ અન્નપૂર્ણિ ને લઈને વિવાદ ચાલુ છે. આ ફિલ્મ પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. ત્યારબાદ આ ફિલ્મ ને નેટફ્લિક્સ પરથી પણ હટાવી દેવામાં આવી છે. દરમિયાન, નયનતારાએ હવે તેની ફિલ્મ ‘અન્નપૂર્ણિ’’ના વિવાદ માટે માફી માંગી છે અને કહ્યું છે કે તેનો અને તેની ટીમનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.નયનતારા એ તેની પોસ્ટ માં ‘જય શ્રી રામ’ પણ લખ્યું છે. 

 

નયનતારા ની પોસ્ટ 

નયનતારા એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ ની શરૂઆત તેને જયશ્રી રામ લખી ને કરી છે. આ પોસ્ટ માં તેને લખું છે કે, ‘’સકારાત્મક સંદેશ શેર કરવાના અમારા પ્રામાણિક પ્રયાસમાં, અમે અજાણતામાં ભૂલ કરી. અમને અપેક્ષા નહોતી કે થિયેટરોમાં રિલીઝ થયેલી આ સેન્સર્ડ ફિલ્મને OTT પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવશે. મારી ટીમ અને મારો ક્યારેય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો અને અમે આ મુદ્દાની ગંભીરતા સમજીએ છીએ.હું તે જાણી જોઈને કેમ કરીશ? અમે જેમની લાગણીઓને ઠેસ પહોંચાડી છે તેમની હું નિષ્ઠાપૂર્વક અને દિલ થી માફી માંગુ છું. અન્નપૂર્ણિ પાછળનો ઉદ્દેશ્ય પ્રેરિત કરવાનો હતો નહીં કે તકલીફ ઊભી કરવાનો છેલ્લા બે દાયકામાં ફિલ્મ ઉદ્યોગમાં મારી સફર એક જ ઉદ્દેશ્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવી છે – હકારાત્મકતા ફેલાવવા અને એકબીજામાં સારાને પ્રોત્સાહન આપવા.’


તમને જણાવી દઈએ કે, નયનતારા ની ફિલ્મ અન્નપૂર્ણિ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી ત્યારબાદ તે 29 ડિસેમ્બરે ઓટિટિ પ્લેટફોર્મ નેટફિલિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Koffee with karan 8: કોફી વિથ કરણ 8 નો ફિનાલે એપિસોડ બનશે મજેદાર, આ લોકો એ ભેગા મળી ને ખેંચી કરણ જોહર ની ટાંગ

 

Exit mobile version