News Continuous Bureau | Mumbai
દક્ષિણ ભારતની સૌથી સફળ, લોકપ્રિય અને લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારા(south superstar Nayanthara) હવે પોતાની કમાણીને લઈને ચર્ચામાં આવી ગઈ છે. નયનતારાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે, જેના કારણે તે સતત ચર્ચામાં છે. હવે અભિનેત્રીના કમાણીના અહેવાલે સનસનાટી મચાવી દીધી છે. નયનતારા ટૂંક સમયમાં તેની ૭૫મી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અભિનેત્રીએ આ ફિલ્મ માટે તગડી રકમ ચાર્જ કરી હોવાના અહેવાલ છે. નયનતારાએ નિલેશ કૃષ્ણ દ્વારા નિર્દેશિત તેની આગામી ફિલ્મ માટે લગભગ ૧૦ કરોડ ફી લીધી છે. આ કર્યા બાદ તેણે કમાણી કરવાની રેસમાં સાઉથની સફળ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને(Samantha Ruth prabhu) હરાવી દીધી છે.
તમિલ ફિલ્મોની લેડી સુપરસ્ટાર નયનતારાએ વર્ષ ૨૦૨૨માં પોતાના અંગત જીવનની સાથે સાથે વ્યવસાયમાં (business)પણ સફળતાના શિખરોને સર કર્યા છે. તે લગભગ બે દાયકાથી સાઉથ સિનેમામાં (south cinema)કામ કરી રહી છે. નયનતારા હવે તેની ૭૫મી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ઉપરાંત, તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નયનતારા દક્ષિણ ભારતની સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. આ મામલામાં તેણે સામંથાને પણ હરાવી છે. સામંથાએ તાજેતરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝમાં એક ખાસ ગીત 'ઓ અંતવા મા' માટે ૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ ગીતમાં તેણે જબરદસ્ત અભિનય (acting)કર્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસની ૫ કરોડ રૂપિયાની ફી પણ ઘણી વધારે માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, સામંથાની ફીની ખૂબ ચર્ચા થઈ હતી. જાેકે અભિનેત્રી નયનતારા સામંથા કરતાં એક ડગલું આગળ નીકળી ગઈ છે. તેણે તેની આગામી ફિલ્મ માટે ડબલ ફી માંગી છે. નયનતારાએ તેની ૭૫મી ફિલ્મ માટે ૧૦ કરોડ રૂપિયા ફી લીધી છે. તેની સ્ટાર પાવર જાેઈને નિર્માતાઓ ના કહી શક્યા નહીં.
આ સમાચાર પણ વાંચો : આમિર ખાને રૂસો બ્રધર્સને આપી ડિનર પાર્ટી-કરી ગુજરાતી વાનગી ની મેજબાની
અભિનેત્રી નયનતારા એક ફિલ્મ માટે લગભગ ૬-૮ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બે દાયકાથી વધુ લાંબી તેની કારકિર્દીમાં અભિનેત્રીએ દક્ષિણ ભારતીય સિનેમાના(south indian cinema) લગભગ તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. સાઉથમાં પણ તેની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. નયનતારાની નેટવર્થ વિશે વાત કરીએ તો તે માત્ર ફિલ્મોથી જ કમાણી નથી કરતી. અભિનેત્રી પણ એક રોકાણકાર (financer)છે. તે રાઉડી પિક્ચર્સ પ્રોડક્શન કંપનીની માલિક પણ છે, જે તે તેના પતિ વિગ્નેશ શિવન સાથે ચલાવે છે. નયનતારાએ સાઉદી અરેબિયામાં(Saudi Arabia) ચાઈ વાલા, લિપ બામ અને એક ઓઈલ કંપનીમાં પણ રોકાણ કર્યું છે. જેના કારણે તેઓ ફિલ્મોની દુનિયાની બહાર વધારાની કમાણી કરે છે.