News Continuous Bureau | Mumbai
Nayanthara: સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા એ હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેની ગણતરી સાઉથ સિનેમાની શ્રેષ્ઠ અને ટોચની અભિનેત્રીઓમાં થાય છે. આ દરમિયાન અભિનેત્રીનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, બહુ ઓછા લોકો જાણે છે કે નયનતારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ટીવી શો હોસ્ટ કરતી હતી.
નયનતારા નો જૂનો વિડીયો થયો વાયરલ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્ત પહેલા સાઉથ ની લેડી સુપરસ્ટાર નયનતારા શરૂઆતમાં તેણે મોડલિંગ કર્યું અને પછીથી તે ટેલિવિઝનમાં દેખાવા લાગી. નયનતારા તેના વાસ્તવિક નામ ડાયના હેઠળ ‘ચમાયમ’ નામનો એક શો હોસ્ટ કરતી હતી જેમાં દર્શકોને ફેશન અને સુંદરતા સંબંધિત ટિપ્સ આપવામાં આવતી હતી. આ શો હોસ્ટ કરતી નયનતારા નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેનો લુક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
View this post on Instagram
નયનતારા ની કારકિર્દી
તમને જણાવી દઈએ કે નયનતારા નું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે. તેણીએ પોતાને એક સ્ટેજ નામ આપ્યું અને ‘નયનથારા’ને તેના કાયદાકીય નામ તરીકે અપનાવ્યું. આ સિવાય અભિનેત્રીએ પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો છે.તમને જાણીને નવાઈ લાગશે કે આજે પોતાની ફિલ્મો માટે કરોડો રૂપિયા લેનાર નયનતારા ક્યારેય ફિલ્મી દુનિયામાં આવવા માંગતી ન હતી. પોતાના એક ઈન્ટરવ્યુમાં નયનતારાએ કહ્યું હતું કે તે ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી. તેનું સ્વપ્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું હતું. વર્ષ 2003માં, નયનતારાએ મલયાલમ ફિલ્મ માનસિનાક્કરે દ્વારા સિનેમા જગતમાં પ્રથમ પગ મૂક્યો હતો. તેણીએ 2005ની ફિલ્મ અયા દ્વારા તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું અને 2006ની ફિલ્મ લક્ષ્મી દ્વારા તેલુગુ સિનેમામાં પણ પ્રવેશ કર્યો હતો. હવે, વર્ષ 2023 માં જવાન થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યા પછી, નયનતારા લગભગ સમગ્ર દેશમાં પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે.
આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: શું પરિણીતી બાદ હવે બોલિવૂડ ની પંગા ક્વીન પણ બંધાશે લગ્ન ના બંધન માં? આ એક્ટરે કર્યો દાવો