Site icon

Nayanthara: સાઉથ ની લેડી સુપરસ્ટાર બનતા પહેલા આ કામ કરતી હતી નયનતારા, અભિનેત્રી ને જુના વિડીયો માં ઓળખવી થઈ મુશ્કેલ

Nayanthara: સાઉથ ઇન્ડસ્ટ્રી માં નયનતારા એ પોતાની અભિનય કુશળતા થી એક અલગ જ સ્થાન હાસિલ કર્યું છે. તે સાઉથ ની સફળ અભિનેત્રી મણિ એક છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવતા પહેલા નયનતારા ટીવી શો હોસ્ટ કરતી હતી. અભિનેત્રીનો આ થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે.

nayanthara old video as host before becoming a superstar actress

nayanthara old video as host before becoming a superstar actress

News Continuous Bureau | Mumbai

Nayanthara: સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા એ હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેની ગણતરી સાઉથ સિનેમાની શ્રેષ્ઠ અને ટોચની અભિનેત્રીઓમાં થાય છે. આ દરમિયાન અભિનેત્રીનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, બહુ ઓછા લોકો જાણે છે કે નયનતારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ટીવી શો હોસ્ટ કરતી હતી.

Join Our WhatsApp Community

નયનતારા નો જૂનો વિડીયો થયો વાયરલ 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્ત પહેલા સાઉથ ની લેડી સુપરસ્ટાર નયનતારા શરૂઆતમાં તેણે મોડલિંગ કર્યું અને પછીથી તે ટેલિવિઝનમાં દેખાવા લાગી. નયનતારા તેના વાસ્તવિક નામ ડાયના હેઠળ ‘ચમાયમ’ નામનો એક શો હોસ્ટ કરતી હતી જેમાં દર્શકોને ફેશન અને સુંદરતા સંબંધિત ટિપ્સ આપવામાં આવતી હતી. આ શો હોસ્ટ કરતી નયનતારા નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેનો લુક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

નયનતારા ની કારકિર્દી 

તમને જણાવી દઈએ કે નયનતારા નું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે. તેણીએ પોતાને એક સ્ટેજ નામ આપ્યું અને ‘નયનથારા’ને તેના કાયદાકીય નામ તરીકે અપનાવ્યું. આ સિવાય અભિનેત્રીએ પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો છે.તમને જાણીને નવાઈ લાગશે કે આજે પોતાની ફિલ્મો માટે કરોડો રૂપિયા લેનાર નયનતારા ક્યારેય ફિલ્મી દુનિયામાં આવવા માંગતી ન હતી. પોતાના એક ઈન્ટરવ્યુમાં નયનતારાએ કહ્યું હતું કે તે ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી. તેનું સ્વપ્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું હતું. વર્ષ 2003માં, નયનતારાએ મલયાલમ ફિલ્મ માનસિનાક્કરે દ્વારા સિનેમા જગતમાં પ્રથમ પગ મૂક્યો હતો. તેણીએ 2005ની ફિલ્મ અયા દ્વારા તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું અને 2006ની ફિલ્મ લક્ષ્મી દ્વારા તેલુગુ સિનેમામાં પણ પ્રવેશ કર્યો હતો. હવે, વર્ષ 2023 માં જવાન થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યા પછી, નયનતારા લગભગ સમગ્ર દેશમાં પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: શું પરિણીતી બાદ હવે બોલિવૂડ ની પંગા ક્વીન પણ બંધાશે લગ્ન ના બંધન માં? આ એક્ટરે કર્યો દાવો

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version