News Continuous Bureau | Mumbai
ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને (Gujarati film Nayika devi)રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ આપવામાં આવશે તેવી સરકાર દ્વારા(Gujarat government) જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો (tex free)લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર (state government)દ્વારા આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવન, સાહસ-શૌર્ય તેમજ મહમ્મદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરીને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખતી ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી’ ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
— CMO Gujarat (@CMOGuj) June 3, 2022
આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા(state government) કરવામાં આવશે. આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત(tax free) છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર(Gandhinagar) માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ (evidence)રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ ચલચિત્ર પાટણના (Patan)રાજમાતા નાયિકા દેવીના જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહમદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરે છે. એટલું જ નહિ, આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન અને ધરોહરને જીવંત રાખતી આ ફિલ્મ છે. ગુજરાત (Gujarat)તથા સમગ્ર દેશની ધરોહરને જીવંત રાખતી આ ફિલ્મને સરકાર દ્વારા કરમુક્ત જાહેર કરીને લોકો વધુને વધુ આ ફિલ્મ જુએ તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : પિતા-પુત્રની જોડી ફરી એકવાર મોટા પડદા પર મળશે જોવા-અભિષેક બચ્ચનની આ ફિલ્મમાં નજર આવશે અમિતાભ બચ્ચન
વીરાંગના નાયકી દેવીચાલુક્ય વંશના મહારાણી(Nayika devi) હતા, જેમણે વર્ષ 1178માં મહોમ્મદ ઘોરી(Mohammad Ghori) ને પરાજીત કર્યો હતો. વીરાંગના નાયકી દેવી કદંબ રાજ્ય (current Goa) ના મહામંડલેશ્વર પર્માંડી ના પુત્રી હતા. તેમનો વિવાહ ગુજરાતના મહારાજા (Gujarat king)અજયપાલ સાથે થયો હતો. મહારાજા અજયપાલ સિદ્ધરાજ જયસિંહના પૌત્ર તથા કુમારપાળના પુત્ર હતા. એક અંગરક્ષક દ્વારા વર્ષ 1176 માં અજયપાલની હત્યા પછી રાજ્યની સત્તાની કમાન નાયકી દેવીના હાથમાં આવી ગઈ હતી કારણ કે તે સમયે તેઓનો પુત્ર મુલરાજ બાળક હતો.