બોલિવૂડમાંથી આવ્યા ખરાબ સમાચાર, ‘ચોરી-ચોરી, ચુપકે-ચુપકે’ના નિર્માતા નાઝીમ હસન રિઝવીનું થયું નિધન

બોલિવૂડ ફિલ્મ 'ચોરી ચોરી, ચુપકે ચુપકે'ના નિર્માતા નાઝીમ હસન રિઝવીનું મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે.

by Zalak Parikh
nazim hasan rizvi producer of chori chori chupke chupke passes away

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં બોલિવૂડમાંથી સતત દુખદ સમાચાર આવી રહ્યા છે. તે જ સમયે, અન્ય એક પ્રખ્યાત બોલીવુડ નિર્માતાના મૃત્યુના સમાચારથી લોકો આઘાતમાં છે. 2001ની બોલિવૂડ ફિલ્મ ‘ચોરી ચોરી, ચુપકે ચુપકે’ના નિર્માતા નાઝીમ હસન રિઝવીનું મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે.

 

 બોલિવૂડ ના એક સૂત્ર એ આપી જાણકારી 

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ આ જાણકારી આપી હતી. સૂત્રો એ જણાવ્યું હતું કે નાઝીમ હસન રિઝવીને અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં (KDAH) કેટલીક બીમારીઓ માટે દાખલ કરવામાં આવ્યા હતા. રિઝવીએ સોમવારે મોડી રાત્રે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

આ ફિલ્મોથી મળી ઓળખ

રિઝવીએ મજબૂર લડકી (1991), આપતકાલ (1993), અંગારવાડી (1998), અંડરટ્રાયલ (2007), ચોરી-ચોરી, ચુપકે-ચુપકે (2001), હેલો, હમ લલ્લન બોલ રહે હૈં (2010) જેવી ફિલ્મો બનાવી હતી.

Join Our WhatsApp Community

You may also like