ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ પ્રકરણ ની તપાસ મા અભિનેત્રી રીયા ચક્રવર્તીની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબી એ સ્પષ્ટતા કરી છે કે રિયા એ તપાસ દરમિયાન ડ્રગ્સ લેનારા ફિલ્મ ઉદ્યોગના 25 એ લિસ્ટરોના નામ આપ્યા નથી. નોંધપાત્ર વાત છે કે તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે કેન્દ્રીય એજન્સીઓએ રિયાની કબૂલાત પરથી ડ્રગ્સનું સેવન કરનારી સેલિબ્રિટીઓની યાદી તૈયાર કરી છે. જેમાં રકૂલ પ્રીતસિંહ અને સારા અલી ખાન નો સમાવેશ થાય છે. હવે એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કે.પી.એસ મલ્હોત્રાએ બોલિવૂડ સેલિબ્રિટીની આવી કોઈ યાદી તૈયાર કરી હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘અમે આવી કોઈ યાદી બનાવી નથી જે યાદી બનાવી હતી એ ડ્રગ પેડલર્સ અને તસ્કરોની હતી. જેને બોલિવૂડ સાથે કન્ફ્યુઝ કરવામાં આવી રહી છે.’
નોંધનીય છે કે રિયા ચક્રવર્તીની ગત અઠવાડિયે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે મુંબઇની એક વિશેષ અદાલતે રિયા અને તેના ભાઈ શોિકની જામીન અરજી નામંજૂર કરી હતી. જામીન માટે ભાઈ-બહેનો આજે હાઇકોર્ટનો સંપર્ક સાધે તેવી ધારણા છે. હાલ, રિયા 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે અને ભાયખલા જેલમાં બંધ છે.
