Site icon

ડ્રગ્સના મામલામાં આર્યન ખાનની ધરપકડ બાદ આપેલા નિવેદન નો થયો ખુલાસો- કસ્ટડીમાં NCB ઓફિસર ને કહી હતી આવી વાત

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના(Aryan Khan drug case) કેસમાંથી મુક્તિ મળી છે. આર્યનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ઓક્ટોબરમાં મુંબઈની(Mumbai) બહાર એક ક્રુઝ શિપ(cruz) પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ ચાલુ હોવાથી તેને લગભગ 26 દિવસ સુધી કસ્ટડીમાં(custody) રાખવામાં આવ્યો હતો. આર્યનને ગયા મહિને જ ક્લીનચીટ મળી હતી. હજુ સુધી આ મામલે આર્યન ખાન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. તે જ સમયે, હવે NCBના એક વરિષ્ઠ અધિકારીએ આર્યન ખાનની ધરપકડ બાદ આપેલા નિવેદન(statement) અંગે ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, NCB ના એક અધિકારી એ આ મામલાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું નેતૃત્વ કર્યું હતું. તેણે તપાસના પ્રારંભિક તબક્કા દરમિયાન આર્યન તેમજ અન્ય આરોપીઓ સાથે વાતચીત કરી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુ (interview)દરમિયાન તેણે આ કેસ અંગે પૂછપરછ દરમિયાન આર્યન ખાને શું કહ્યું તેનો ખુલાસો કર્યો હતો.અધિકારી ના કહેવા પ્રમાણે, આર્યનએ તેને કહ્યું, 'સર, મને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલર (drug smuggler)તરીકે બતાવવામાં આવી રહ્યો છે, કે હું ડ્રગ્સ વેચું છું, શું આ આરોપો વાહિયાત નથી? તે દિવસે મારી પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું ન હતું, છતાં મારી ધરપકડ કરવામાં આવી હતી.’ અધિકારીએ કહ્યું કે આર્યનએ તેને એમ પણ પૂછ્યું કે શું તે આટલા લાંબા સમય સુધી જેલમાં રહેવા માટે યોગ્ય છે જ્યારે તેની સામે કોઈ પુરાવા મળ્યા નથી. આર્યને અધિકારી ને  પૂછ્યું, 'સર, તમે મારી સાથે ઘણું ખોટું કર્યું છે અને મારી પ્રતિષ્ઠા(reputation) બગાડી છે. મારે આટલા અઠવાડિયા જેલમાં કેમ વિતાવવા પડ્યા? શું હું ખરેખર તેને લાયક હતો?'

આ સમાચાર પણ વાંચો : આશ્રમ 3ની સોનિયા એટલે કે એશા ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો-ગોરી ત્વચા મેળવવા માટે આપવામાં આવી હતી આવી સલાહ

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં આર્યન ખાન ડ્રગ્સના(Aryan Khan drug case) કેસમાં પકડાયો હતો. આર્યનને 26 દિવસની કસ્ટડી બાદ જામીન (bail)મળ્યા હતા. આર્યનની જામીન જુહી ચાવલાએ કરાવી હતી અને તેણે એક લાખના બોન્ડ (bond)ભર્યા હતા. તે જ સમયે, 28 મેના રોજ, જ્યારે NCBએ તેની ચાર્જશીટ દાખલ કરી, ત્યારે કહેવામાં આવ્યું હતું કે કેસની તપાસ દરમિયાન આર્યન પાસે કોઈ ડ્રગ્સ મળ્યું નથી, ત્યારબાદ આર્યનને ક્લીનચીટ(clean chit) મળી હતી.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version