ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
સુશાંતના મોત મામલા સાથે જોડાયેલા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર, નમ્રતા શીરોડકર, દિયા મિર્ઝા જેવી 7 અભિનેત્રીને સમન્સ મોકલવામાં આવ્યું છે. રકુલ પ્રીત અને સિમોન ખંભાતાને આવતીકાલે બોલાવવામાં આવ્યા છે. તો 25 સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણની પૂછપરછ કરવામાં આવશે. સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અભિનેત્રીઓ વિરુધ્ધ ડ્રગ્સ લેતી હોય તેવા પુરાવા મળ્યા છે, જેની હવે પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ કેસમાં એનસીબી દ્વારા 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અહીં નોંધપાત્ર વાત છે કે દીપિકા પાદુકોણની ચેટનો ખુલાસો થયો હતો જેમાં દીપિકા પર ડ્રગ્સ માંગવતી આરોપ મૂકવામાં આવ્યો હતો. તે કરિશ્મા સાથે વાત કરી રહી હતી, જે કોવાન કંપનીમાં નોકરી કરે છે. મળતી માહિતી મુજબ દીપિકા હાલમાં ગોવામાં છે. તેમની સાથે ચેટ કરી રહેલી કરિશ્મા પણ એક શૂટિંગના સંબંધમાં ગોવામાં છે. એનસીબી દ્વારા કરિશ્માને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, જેમણે બીમારીનું બહાનું કર્યું હતું, ત્યારબાદ કરિશ્માને સમન્સ પણ મોકલવામાં આવ્યા હતા.
દરમિયાન એનસીબીના સૂત્રોનું કહેવું છે કે બધા સામે પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે. ઘણા લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ મામલે રિયા ચક્રવર્તીનું નિવેદન પણ નોંધાયું છે. આ પછી, સતત પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
