ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
નિના ગુપ્તા બૉલિવુડ અભિનેત્રીઓમાંની એક છે, જે હંમેશાં પોતાની ફિલ્મી કારકિર્દી અને અંગત જીવન વિશે ખૂલીને વાત કરે છે. નિના ગુપ્તા પોતાની આત્મકથા 'સચ કહું તો' માટે હંમેશાં હેડલાઇન્સમાં રહી છે. તેણે આ પુસ્તકમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાતો અને વાર્તાઓ શૅર કરી છે. નિના ગુપ્તાએ 'સચ કહું તો' પુસ્તકમાં અભિનેતા શક્તિ કપૂર વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે.
શક્તિ કપૂર હંમેશાં બૉલિવુડમાં પોતાના વિલન પાત્રોને લઈને ચર્ચામાં રહે છે. તેણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં પોતાનો શ્રેષ્ઠ અભિનય બતાવ્યો છે. એક મીડિયા હાઉસના સમાચાર અનુસાર નિના ગુપ્તાએ પોતાની આત્મકથા 'સચ કહું તો'માં કહ્યું છે કે શક્તિ કપૂર તેની કૉલેજમાં આવતો હતો. શક્તિ કપૂર તેના મિત્રો સાથે નિના ગુપ્તાની કૉલેજમાં આવતો હતો અને છોકરીઓ પણ તેને જોવા આતુર હતી. નિના ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીના જાનકી દેવી મહાવિદ્યાલય (હવે જાનકી દેવી મેમોરિયલ કૉલેજ)માં અભ્યાસ કર્યો. કૉલેજના દિવસો દરમિયાન નિના ગુપ્તા ઘણી વખત તેની કૉલેજની બહાર બે બાઇકર્સને ચક્કર લગાવતી જોતી હતી. જેમાંથી એક શક્તિ કપૂર હતો. નિના ગુપ્તાએ તેના પુસ્તકમાં લખ્યું, 'ખાસ કરીને બે છોકરાઓ હતા, જેમને જોવા માટે બધી છોકરીઓ દરરોજ રાહ જોતી હતી. તે સારી રીતે પોશાક પહેરતા હતા, સારા દેખાતા હતા અને તેમાંથી એકની આંખનો રંગ ગ્રે હતો જે તદ્દન અનોખો લાગતો હતો.
નિના ગુપ્તાએ આગળ કહ્યું, 'દાયકાઓ પછી જ્યારે હું શક્તિ કપૂર સાથે મારા કૉલેજના દિવસો વિશે વાત કરતી હતી, ત્યારે તેણે ખુલાસો કર્યો કે તે પણ WEAમાં રહેતો હતો અને તેની એક ગર્લફ્રેન્ડ હતી, જે જાનકી દેવી કૉલેજમાં જતી હતી. હું તેને મારી બાઇક પર લેવા આવતો હતો. અમે આખી જિંદગી આ જ વિસ્તારમાં ઊછર્યા હતા, પણ ક્યારેય મળ્યાં ના હતાં. હું માની પણ ન શકી કે તે બે છોકરાઓમાંથી એક છે જેને બધી છોકરીઓ જાણે છે અને જેની ગર્લફ્રેન્ડની અમે બધાં ઈર્ષ્યા કરતાં હતાં.'
અભિનય ઉપરાંત આ પ્રખ્યાત ટીવી કલાકારો કમાય છે તેમના સાઇડ બિઝનેસમાંથી; જાણો તેમના સાઇડ બિઝનેસ વિશે
આ સિવાય નિના ગુપ્તાએ પુસ્તકમાં શક્તિ કપૂર અને પોતાના વિશે બીજી ઘણી બાબતો લખી છે. નિના ગુપ્તાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ 'ઊંચાઈ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પરિણીતી ચોપરા, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, સારિકા અને ડેની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શન હાઉસના બૅનર હેઠળ બની રહી છે.