News Continuous Bureau | Mumbai
Neetu kapoor and alia bhatt: ફિલ્મ એનિમલ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી જેમાં ફિલ્મ એનિમલ ની આખી સ્ટાર કાસ્ટે ભાગ લીધો હતો. આ દરમિયાન પતિ રણબીર કપૂર ને સપોર્ટ કરવા આલિયા ભટ્ટે એનિમલ માં રણબીર ના પાત્ર અર્જુન સિંહ છપાયેલું ટી-શર્ટ પહેર્યું હતું આ ટી-શર્ટ પર ફિલ્મના ડાયલોગ પણ લખેલા હતા.આલિયા ભટ્ટ તેના પરિવાર સાથે રણબીર ની એનિમલ જોવા આવી હતી. તમેજ પુત્ર ને સપોર્ટ કરવા માતા નીતુ કપૂર પણ પહોંચી હતી. આ દરમિયાન સાસુ વહુ ના એક વિડીયો ને જોઈ ને લોકો ને લાગી રહ્યું છે કે બંને વચ્ચે કઈ ઠીક નથી.
એનિમલ ના સ્ક્રીનિંગ માં જોવા મળ્યા આલિયા ભટ્ટ અને નીતુ કપૂર
ફિલ્મ એનિમલ ની સ્ક્રીનિંગ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં આલિયા ભટ્ટ બ્લેક કોટ અને પેન્ટ પહેરીને સ્ટાઇલમાં ચાલતી જોવા મળી રહી છે. આલિયાની બહેન શાહીન અને માતા સોની રાઝદાન પણ તેની સાથે ચાલતી જોવા મળે છે. સ્ક્રિનિંગમાં મહેશ ભટ્ટ પણ હાજર હતા અને તેમણે શાહીન અને સોની સાથે પોઝ આપ્યા હતા.આ દરમિયાન રણબીર કપૂર તેની માતા નીતુ સિંહ સાથે ચાલતો જોવા મળ્યો હતો. માતા-પુત્રની જોડી એનિમલના સ્ક્રીનિંગમાં હાથ પકડીને જોવા મળી હતી.
View this post on Instagram
પહેલા તો આલિયા અને નીતુ એકબીજાની ખૂબ જ નજીક જોવા મળ્યા હતા પરંતુ ઇવેન્ટ પુરી થઇ કે તરત જ આલિયા અને નીતુ એ એકબીજા સાથે એવું વર્તન કર્યું જાણે કે બંને એકબીજા ને ઓળખતા જ નથી. બંને નો આ વિડિયો જોઈને લોકો એક જ પ્રશ્ન પૂછવા લાગ્યા, ‘શું સાસુ અને વહુ ની વચ્ચે બધું ઠીક છે?’ એનિમલ સ્ક્રીનિંગમાં રણબીર હંમેશા તેની માતાની ખૂબ જ નજીક જોવા મળ્યો હતો, જ્યારે આલિયા પણ તેના માતા-પિતા સાથે વધુ જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં ઈશા માલવિયા એ ઉઠાવ્યો વિકી જૈન ના મોઢા પર થી પડદો,જણાવ્યું તેનું અંકિતા લોખંડે સાથે લગ્ન કરવાનું કારણ