Site icon

કેમ અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દૂર છે રણબીર કપૂર? માતા નીતુ કપૂરે જણાવ્યું આ પાછળ નું કારણ

News Continuous Bureau | Mumbai

કપૂર પરિવારના(kapoor family) પુત્ર અને તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સોશિયલ મીડિયા (social media) પર અંતર બનાવી રહ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે અભિનેતા લગ્ન પછી તરત જ સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરશે. પરંતુ હવે અભિનેતાની માતા અને પીઢ અભિનેત્રી નીતુ કપૂરે (Neetu kapoor) રણબીર કપૂરના સોશિયલ મીડિયા પર ન આવવાનું કારણ જણાવ્યું છે. આ સાથે તેણે પોતાના પુત્રને પણ આ નિર્ણયમાં સાથ આપવાનું નક્કી કર્યું. જાણો આ પાછળનું કારણ.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ને આપેલ ઇન્ટરવ્યૂ માં રણબીર ની માતા એટલે કે નીતુ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું- 'પહેલાના સમયમાં સ્ટાર્સના સોશિયલ મીડિયા (social media account) પર એકાઉન્ટ નહોતા અને તેમની ફેન ફોલોઈંગ (fan following)ઘણી વધારે હતી. જેના કારણે તેને ઓનસ્ક્રીન જોવાની ઉત્સુકતા વધુ રહેતી હતી.તેના મુદ્દાને વિગતવાર સમજાવતા, અભિનેત્રીએ કહ્યું કે આજકાલ અભિનેતાઓ તેમના નિયમિત ફોટા અને પોસ્ટ્સ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરતા રહે છે. તેઓ પહેલા કરતા વધુ લોકોની પહોંચમાં છે. જેના કારણે ફેન્સનો સ્ક્રીન પર જોવાનો ક્રેઝ ઓછો થઈ ગયો છે. આ તમામ બાબતોનું વર્ણન કરતાં નીતુ કપૂરે કહ્યું કે મને લાગે છે કે રણબીરનો સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય એકદમ સાચો છે.

આ સમાચાર પણ વાંચો: અફેરના સમાચારો વચ્ચે પલક તિવારી ફરી એકવાર ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી, લોકોએ પૂછ્યો આ સવાલ

નીતુ કપૂર (Neetu kapoor) ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો પીઢ અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ 'જુગ જુગ જિયો' (jug jug jio)માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. હાલમાં, અભિનેત્રી રિયાલિટી શો 'ડાન્સ દીવાને જુનિયર્સ' (dance deewane juniors)ને જજ કરી રહી છે. બીજી તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન બાદ પહેલીવાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version