Site icon

નીતુ કપૂર 9 વર્ષ પછી પુત્ર રણબીર કપૂર સાથે શેર કરશે સ્ક્રીન, આ પ્રોજેક્ટ માં આવશે નજર; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ શરૂ થતાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું અને હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની સાથે જ રણબીર કપૂર વધુ એક વાતને લઈને મીડિયામાં છવાયેલો છે. બોલિવૂડના 'બરફી બોય' રણબીર કપૂરે તેની માતા નીતુ કપૂર સાથે પૂરા 9 વર્ષ પછી એક પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે. 9 વર્ષ પહેલા રણબીરે તેની માતા નીતુ સાથે ફિલ્મ 'બેશરમ' માટે હાથ મિલાવ્યા હતા, જેમાં તેના પિતા ઋષિ કપૂર પણ હતા. આ ફિલ્મનું પર્ફોર્મન્સ બહુ સારું નહોતું, ત્યારપછી આ મા-દીકરાની જોડી ક્યારેય સાથે આવી નથી.

Join Our WhatsApp Community

અભિનેત્રી નીતુ કપૂરે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને માહિતી આપી છે કે તે તેના જીગર ના રણબીર કપૂર સાથે શૂટ કરી રહી છે. નીતુ કપૂરે સેટ પરથી પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે તેના પુત્ર રણબીર કપૂર સાથે જોવા મળી રહી છે. આને શેર કરતાં નીતુ કપૂરે લખ્યું, 'હું મારા જીગર ના ટુકડા સાથે એક એડ શૂટ કરી રહી છું.' રણબીર કપૂર તેની માતાને કેટલો પ્રેમ કરે છે તેનો પુરાવો આપવાની જરૂર નથી. તમે સારી રીતે જાણો છો કે રણબીર હંમેશા માતાનો લાડલો રહ્યો છે. તેની માતાની ખુશી માટે, તે દરેક સમયે તેની પડખે રહે છે. લાંબા સમય બાદ ફરી એકવાર માતા-પુત્રની જોડીને એકસાથે જોઈને દર્શકોને ખૂબ જ મજા આવશે.

આ સમાચાર પણ વાંચો : અભિષેક બચ્ચને પિતા વિશે વાત કરતા યાદ કર્યા બાળપણ ના દિવસો, પુત્ર થી નારાજ અમિતાભ બચ્ચને આપ્યો ઠપકો;જાણો શું હતું કારણ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ મહિને લગ્નના બંધનમાં બંધાશે. એવા અહેવાલો છે કે કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારે આલિયા-રણબીરના લગ્ન 17 એપ્રિલે કરવાનું નક્કી કર્યું છે. આ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. કોરોના વાયરસની મહામારીને કારણે રણબીર-આલિયાના લગ્ન અટકી ગયા અને પછી 'બરફી બોય'ના પિતા ઋષિ કપૂરનું અવસાન થયું. ઋષિ કપૂર ઇચ્છતા હતા કે તેમનો પુત્ર તેમની નજર સામે જ લગ્ન કરે પરંતુ એવું થઈ શક્યું નહીં. જો કે, હવે આ બોલિવૂડ કપલ લગ્ન કરવા માટે તૈયાર છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી તબાહી! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો
Exit mobile version