Site icon

મૈંને પાયલ હૈ છનકાઈ ના વિવાદ વચ્ચે  ફાલ્ગુની પાઠક-નેહા કક્કર જોવા મળ્યા સાથે -યુઝર્સ થઇ ગયા કન્ફ્યુઝ કહી આવી વાત  

News Continuous Bureau | Mumbai

નેહા કક્કર(Neha Kakkar) અને ફાલ્ગુની પાઠક(Falguni Pathak) વચ્ચે આજકાલ કંઈ સારું નથી ચાલી રહ્યું. તાજેતરમાં નેહાનું ગીત 'ઓ સજના' (O Sajna') રિલીઝ થયું હતું, જે ફાલ્ગુનીના ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ’ નું(Maine Payal Hai Chankai') રિમિક્સ વર્ઝન(Remix version) છે. ત્યારથી, બંને વચ્ચે ઇન્સ્ટા(Insta ) ફેટ શરૂ થયું, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. હવે નેહા અને ફાલ્ગુની આ વિવાદ ની વચ્ચે બન્ને સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

સોની ટીવીએ(Sony TV) ઈન્ડિયન આઈડલ સીઝન 13નો(Indian Idol Season 13) પ્રોમો વીડિયો(Promo video) ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આમાં નેહા કક્કડ કહે છે કે, આ ખૂબ જ સારો દિવસ છે, આજે અમે માતા રાનીનું નામ લઈને થિયેટર રાઉન્ડની શરૂઆત કરીએ છીએ. સુપ્રસિદ્ધ ફાલ્ગુની પાઠક મેમ આજે આપણી વચ્ચે આવી ગયા છે. જે પછી ફાલ્ગુની ગીત ગાય છે અને બધા તેના ગીત પર ગરબા રમે છે.આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ફાલ્ગુની પાઠક સાથે ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર ગરબા રાત યોજાશે! થિયેટર રાઉન્ડમાં Indian Idol 13 જુઓ. આ વીડિયો વાયરલ થતાં જ મીડિયા યુઝર્સે તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક મીડિયા યુઝરે લખ્યું, 'નેહા કક્કર તેની સામે કંઈ નથી.' અન્ય એક યુઝરે લખ્યું, આ લોકો ગીતને ફેમસ કરવા માટે શું કરે છે. પહેલા, તેઓ સોશિયલ મીડિયા પર લડીને બધાનું ધ્યાન ખેંચે છે અને પછી ટીવી પર સાથે પરફોર્મ કરે છે. શું દેખાડો છે.

આ સમાચાર પણ વાંચો : તબ્બુએ એક મેક-અપ આર્ટિસ્ટની સલાહ પર 50000ની ફેસ ક્રીમ ખરીદી- પછી કંઈક આવું જ થયું

ઉલ્લેખનીય છે કે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ફાલ્ગુની પાઠકે નેહા કક્કડના ગીત પર કહ્યું હતું કે, મને તે પસંદ નથી આવ્યું. હું એવું મહેસુસ કરતી હતી કે મને ઉલ્ટી થવાની હતી, અને તે થઈ ગયું. વીડિયો અને પિક્ચરાઇઝેશનમાં જે નિર્દોષતા હતી તે આ ગીતમાં સંપૂર્ણપણે નાશ પામી છે. રીમિક્સ થઈ રહ્યા છે પરંતુ તે સારી રીતે કરો. જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતનો ટેમ્પો બદલો, પણ તેને સસ્તો ન બનાવો.

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version