News Continuous Bureau | Mumbai
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને (Laal singh chaddha)લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, ફિલ્મ ફ્લોપ(flop film)રહેવાની સાથે, હવે તેની OTT રિલીઝ પણ રદ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેટફ્લિક્સે તેની ડીલ કેન્સલ (deal cancel)કરી દીધી છે. આ સમાચાર સામે આવતા જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આમિરની ફિલ્મ ફ્લોપ થવાથી તેને એક પછી એક આંચકા મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની રિલીઝ પહેલા જ આમિરે ઓટીટી પર રિલીઝ (OTT release)કરવા માટે નેટફ્લિક્સને(Netflix) ડિજિટલ રાઇટ્સ (digital rights)વેચવા માટે મોટી રકમની માંગ કરી હતી. રિપોર્ટ્સનું માનીએ તો તેણે 150 કરોડ રૂપિયાથી વધુની માંગણી કરી હતી. પરંતુ હવે ફિલ્મ ફ્લોપ થતાં જ બધું બરબાદ થઈ ગયું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાને શરત(condition) મૂકી હતી કે લાલ સિંહ ચઢ્ઢા રિલીઝના 6 મહિના પછી OTT પર લાવવામાં આવશે. જો કે, નેટફ્લિક્સે (Netflix)આમિરને ઘણી વખત આ 6 મહિનાનો ગેપ ઓછો કરવા માટે કહ્યું અને તેની સાથે ઘણી બેઠકો કરી. જોકે આમિર આ માટે તૈયાર નહોતો. આ પછી જ્યારે ફિલ્મના ડિજિટલ અધિકારોની(digital rights) વાત આવી તો આમિરે લગભગ 150 કરોડની ડિમાન્ડ(demand) કરી. આ અંગે નેટફ્લિક્સ અને આમિર વચ્ચે પણ ઘણી ચર્ચા થઈ હતી. નેટફ્લિક્સ ફિલ્મની ઓટીટી રિલીઝ માટે 80 થી 90 કરોડ ચૂકવવાની વાત કરી રહ્યું હતું, પરંતુ આમિર તેના માટે તૈયાર નહોતો. ખૂબ વિચાર-વિમર્શ બાદ આખરે Netflixએ તેને 50 કરોડ રૂપિયાની ડીલ(deal) આપી. પરંતુ આમિર આ વાત માટે રાજી ન થયો અને તેણે 125 કરોડ માંગવાનું શરૂ કર્યું. એવું કહેવાય છે કે તેને આશા હતી કે આ ફિલ્મ બોક્સ ઓફિસ(box office) પર 300 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ(business) કરશે. પણ તેનો દાવ ઊંધો પડ્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લેટ પડી ગઈ હતી. 180 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ રિલીઝના 11 દિવસમાં પણ ખર્ચ વસૂલ કરી શકી નથી.
આ સમાચાર પણ વાંચો : રણબીર કપૂરની શમશેરા ફસાઈ કાનૂની મુશ્કેલીમાં-OTT રિલીઝ પહેલા મેકર્સ ને લાગ્યો આટલા કરોડ નો ચૂનો
તમને જણાવી દઈએ કે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર બોયકોટની(boycott) ખરાબ અસર પડી હતી. રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ફિલ્મના બહિષ્કારનો ટ્રેન્ડ (boycott trend)શરૂ થઈ ગયો હતો. આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ આ ફિલ્મ સાથે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોના ક્લેશને કારણે બિઝનેસમાં ફરક જોવા મળ્યો હતો.