News Continuous Bureau | Mumbai
Netflix IC814 row: નેટફ્લિક્સ ઇન્ડિયાએ તેની વેબ સિરીઝ ‘IC-814 ધ કંધાર હાઇજેક’ના પ્રારંભિક ડિસ્ક્લેમરને અપડેટ કર્યું છે. હવે તેમાં હાઇજેકર્સના સાચા નામ અને કોડ નામ બંને સામેલ હશે. OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલે આ માહિતી આપી છે.
#WATCH | Mumbai, Maharashtra | Netflix India issues an official statement addressing the controversy around its original, IC814- The Kandahar Attack- “… For the benefit of audiences unfamiliar with the 1999 hijacking of the Indian Airlines flight 814, the opening disclaimer has… pic.twitter.com/KpfFuWJXtB
— ANI (@ANI) September 3, 2024
Netflix IC814 row: ડિસ્ક્લેમર અપડેટ કરવામાં આવ્યું
નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ ચીફ મોનિકા શેરગીલે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સાથે 40 મિનિટની લાંબી બેઠક બાદ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું કે શોના ડિસ્ક્લેમરને હવે IC 814 ના વાસ્તવિક હાઇજેકર્સના વાસ્તવિક નામો સાથે અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ ઘટના દરમિયાન ઉપયોગમાં લીધેલા કોડ-નામો પણ સામેલ છે. સત્તાવાર નિવેદનમાં, મોનિકાએ કહ્યું, ‘જે લોકો 1999માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814ના હાઈજેકથી અજાણ છે, અમે શોના ઓપનિંગ ડિસ્ક્લેમરને અપડેટ કર્યું છે. હવે તેમાં હાઇજેકર્સના વાસ્તવિક અને કોડ નેમ પણ સામેલ છે. સિરીઝમાં સમાન કોડ-નામો છે જેનો વાસ્તવિક ઘટનામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોનિકાએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં વાર્તા કહેવાની સમૃદ્ધ સંસ્કૃતિ છે અને અમે આ વાર્તાઓને અધિકૃત રજૂઆત સાથે બતાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
Netflix IC814 row: શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે ‘IC 814: The Kandahar Hijack’ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવી હતી. સિરીઝ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ મેકર્સ પર તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. સિરીઝે હાઇજેકરોના નામ “શંકર” અને “ભોલા” તરીકે જાહેર કર્યા, કેટલાક દર્શકોએ તેમના પર આતંકવાદીઓની સાચી ઓળખ છુપાવવાનો અને ઇસ્લામિક ઉગ્રવાદી જૂથો સાથેના તેમના જોડાણને દર્શાવવાનો આરોપ મૂક્યો. આ બધા પછી, #BoycottNetflix અને #Bollywood જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા.
આ સમાચાર પણ વાંચો : IC-814 series row : IC814 વિવાદ પર સરકારે કરી લાલ આંખ, Netflixએ સરકારને આપી આ ખાતરી..
Netflix IC814 row: IB મંત્રાલયે Netflixના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યા
‘IC 814: ધ કંદહાર હાઇજેક’ પર વધી રહેલા વિવાદે સરકારનું ધ્યાન ખેંચ્યું હતું અને IB મંત્રાલયે Netflix Indiaના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલને આ બાબતે સમન્સ પાઠવ્યું હતું. જે બાદ મોનિકા શેરગીલ મંગળવારે આઈબી સેક્રેટરી સંજય જાજુને મળી હતી. આ મીટિંગ જાજુની ઓફિસમાં લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા વિષયો પર સંવેદનશીલ બનવાની જરૂર છે. વેબ સિરીઝમાં આતંકવાદીઓના ચિત્રણ પર ચિંતા વ્યક્ત કરતા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દેશના લોકોની ભાવનાઓ સાથે રમવાનો કોઈને અધિકાર નથી.