News Continuous Bureau | Mumbai
OTT પ્લેટફોર્મ(OTT Platform) અને સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડર(Streaming television service provider) નેટફ્લિક્સના(Netflix) શેરમાં મસમોટું ગાબડું જોવા મળ્યું છે.
એક દાયકામાં પ્રથમ વખત આ ઘટના બની છે કે કંપનીએ 2 લાખ સબ્સ્ક્રાઇબર(Subscriber) ગુમાવ્યા હોય.
કંપનીએ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં તેના સબ્સ્ક્રાઇબર્સમાં ઘટાડાની જાહેરાત કરતા 25 ટકા શેર ગબડ્યો છે.
જોકે કંપનીએ આ ઘટાડા પાછળ યુક્રેન(ukraine) પર મોસ્કોના(Moscow) આક્રમણને જવાબદાર ઠેરવ્યું છે. રશિયામાં(Russia) તેની સેવા સ્થગિત કરાતા સબ્સ્ક્રાઇબર્સમાં ત્રિમાસિક ધોરણે આ ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળાના અંતે કંપની પાસે કુલ 221.6 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મજગતના આ દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટરનું 84 વર્ષની ઉંમરે થયું નિધન, ચેન્નઈમાં લીધા અંતિમ શ્વાસ..