News Continuous Bureau | Mumbai
OMG 2 OTT: અક્ષય કુમારની ફિલ્મ OMG 2 ને OTT પર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી A પ્રમાણપત્ર મળ્યું હતું.આ અગાઉ ફિલ્મ ના દિગ્દર્શક અમિત રાયે કહ્યું હતું કે જો ફિલ્મ થિયેટરોમાં સેન્સર કરવામાં આવશે તો પણ OTT વર્ઝન પર થિયેટર માં કટ થયેલા સીન બતાવવામાં આવશે. જો કે હવે એવું લાગી રહ્યું છે કે દિગ્દર્શક ની આશા પર પાણી ફરી વળશે.હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે OMG 2 મૂવી Netflix પર 27 કટ સાથે જ રિલીઝ થશે. આ કારણે અમિત રાયે સેન્સર બોર્ડ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : The vaccine war:વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ‘ધ વેક્સીન વોર’નો વિરોધ કરી રહેલા લોકોનો ચોંકાવનારો શેર કર્યો વીડિયો,આ વિશે કહી આ વાત
ઓટીટી પર નહીં રિલીઝ થાય OMG 2 નું અનકટ વર્ઝન
અક્ષય કુમાર ની ફિલ્મ OMG 2 તેની રિલીઝ પહેલા જ સર્ટિફિકેશનને કારણે ચર્ચામાં આવી હતી.ત્યારબાદ સેન્સર બોર્ડે ફિલ્મમાં ઘણા ફેરફારો કર્યા હતા, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેને જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તે સમયે નિર્માતાઓને લાગ્યું કે તેઓ ફિલ્મના અનકટ વર્ઝનને OTT વર્ઝન પર રિલીઝ કરી શકશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 8 ઓક્ટોબરે રિલીઝ થશે પરંતુ તેના પર પણ માત્ર સેન્સર વર્ઝન જ સ્ટ્રીમ થશે. મીડિયા સાથે વાત કરતા અમિત રાયે કહ્યું, ‘સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અનકટ વર્ઝન રિલીઝ કરવા માટે તૈયાર નથી. ત્યાં પણ એ જ વર્ઝન બતાવવામાં આવશે જે સેન્સર બોર્ડે પાસ કર્યું હતું. અમિતે કહ્યું, મને ખબર નથી કે તેમને (નેટફ્લિક્સ) શું સમસ્યા છે. હવે આના પર બીજું શું કરી શકાય?’ અમિત રાયે વધુ માં જણાવ્યું હતું કે, ‘તે કોઈ ફિલ્મની વિરુદ્ધ નથી, તેણે કહ્યું કે રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં આટલી બધી કિસ કેમ હતી? શું બાળકોને આ બતાવવું યોગ્ય હતું?’