News Continuous Bureau | Mumbai
નોઈડામાં (Noida) ફૂટ ઓવર બ્રિજ (foor over bridge)બાદ હવે અયોધ્યામાં (Ayodhya)એક મુખ્ય ક્રોસરોડનું નામ ભારત રત્ન લતા મંગેશકરના (Lata Mangeshkar)નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)આ અંગે મહાનગરપાલિકાને (Municipal corporation)સૂચનાઓ જારી કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આગામી 15 દિવસમાં અયોધ્યામાં (Ayodhya)એક મોટા ઈન્ટરસેક્શનની ઓળખ કરીને તેનું નામ સ્વર્ગસ્થ લતા મંગેશકરના નામ પર રાખવામાં આવે.
અયોધ્યાના મેયર હૃષીકેશ ઉપાધ્યાયે (Ayodhya mayor) જણાવ્યું હતું કે આગામી 10 દિવસમાં મુખ્ય ક્રોસિંગને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સૂચના મળતાની સાથે જ અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશને (Municipal corporation)સમગ્ર શહેરમાં મુખ્ય ક્રોસિંગની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે અયોધ્યામાં રામજન્મભૂમિના (Ramjanmbhumi) માર્ગ પર એક મુખ્ય ચોકડીનું (Crossroad) નામ લતાજીના (Lata Mangeshkar)નામ પર રાખવામાં આવશે. સૂચનોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ચોક પર લતાજીના અવાજમાં ગાયેલા ભગવાન રામ અને હનુમાનના ગીતો અને ભજન વગાડવાની (Ram Hanuman Bhajan) વ્યવસ્થા કરવામાં આવે.નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેમના નામે ફૂટ ઓવર બ્રિજ તૈયાર કર્યો છે. આ ફૂટ ઓવર બ્રિજ નોઈડા (Noida) સેક્ટર 16 ફિલ્મ સિટી પાસે બનાવવામાં આવ્યો છે. નોઈડાથી દિલ્હી (Noida to Delhi) જતા લોકો ડીએનડી બાજુથી પસાર થતા આ ફૂટ ઓવર બ્રિજને જોઈ શકે છે. નોઈડામાં પહેલીવાર કોઈ મોટી સેલિબ્રિટીના નામે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ ફૂટ ઓવરબ્રિજ લતા મંગેશકર દ્વાર (Lata Mangeshkar dwar) તરીકે ઓળખાય છે, જે તેને નોઈડાના સેક્ટર 16A ફિલ્મ સિટી પાસેના પાર્કિંગ લોટ સાથે જોડે છે.
આ સમાચાર પણ વાંચો : KGF-3માં યશ ને ટક્કર આપવા થશે બાહુબલી ના આ ખૂંખાર વિલન ની એન્ટ્રી, 'રોકી'ને માર્વેલ યુનિવર્સ જેવી ફ્રેન્ચાઇઝી બનાવવાની ચાલી રહી છે તૈયારી
તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ ભારતીય સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે (Lata Mangeshkar) દુનિયાને અલવિદા કહી દીધું હતું. 92 વર્ષીય લતા મંગેશકરે લગભગ એક મહિના સુધી મુંબઈની બ્રીચ કેન્ડી (Mumbai breach candy hospital)હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તે મૃત્યુ પામ્યા હતા. સ્વર કોકિલા ને કોરોના બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમને કોવિડ-19 (Covid-19)પછીનાં કોમ્પ્લિકેશન્સ થયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મુંબઈમાં (Mumbai) લતા દીદીની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.