ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 માર્ચ 2021
ટીવી જગતની પ્રખ્યાત એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અવાર નવાર તે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લુકવાળી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોસને લઈને હેડલાઇન્સમાં રહે છે. ફરી એક વખત તે તેનાં ગ્લેમર્સ ફોટોસ ને લઈને ચર્ચામાં છે. જેમાં તે બીચનાં કિનારે નજર આવી હતી.
તાજેતરમાં જ અભિનેત્રીએ કેટલાક નવા ફોટોઝ શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. આ તસ્વીરોમાં નિયા શર્મા બિચનાં કિનારે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે. નિયાના ફેન્સ તેમના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે.
અભિનેત્રી નિયા બ્લેક આઉટફિટમાં બોલ્ડ અંદાજ નજર આવી રહી છે.
નિયાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રવિ દુબે સાથે 'જમાઇ રાજા 2.0'માં વાપસી કરે છે. નિયા શર્મા છેલ્લે નાગિન 4માં જાસ્મિન ભસીન, રશ્મિ દેસાઇ અને વિજન્દ્ર કુમેરિયા સાથે નજર આવી હતી. નિયાએ શોમાં ઇચ્છાધારી નાગિનનો રોલ અદા કર્યો હતો. નિયાએ ખતરો કે ખિલાડી.. મેડ ઇન ઇન્ડિયાની ટ્રોફી જીતી હતી.