ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
નાગિન ફેમ અભિનેત્રી નિયા શર્મા એક્ટિંગ સિવાય ફેશન સેંસને લઈને પણ ખૂબ જાણીતી છે. પોતાની અદાઓ અને સુંદરતાથી લોકોનુ દિલ જીતનારી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

તાજેતરમાં નિયાએ લહેંગો પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ ઓફ વ્હાઇટ કલરનો લહેંગો પહેરેલો છે. જેનાં પર હેવી વર્ક કરેલું છે. લહેંગાની સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ લીધો છે. તસવીરોમાં નિયાનો ખુબજ સુંદર અવતાર નજર આવી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયાએ ટીવી શો ‘કાલી-અગ્નિપરીક્ષા’ દ્વારા ડેબ્યુ કર્યુ હતુ.પણ નિયાને ઓળખ ‘એક હજારોમાં મે મેરી બહેના હૈ’ સીરિયલ દ્વારા જ મળી. ત્યારબાદ નિયા જમાઈ રાજા, નાગિન, ઈશ્ક મેં મરજાવા જેવા સિરિયલોમાં પણ જોવા મળી . આ ઉપરાંત તે અનેક વેબ સીરિઝમાં પણ કામ કરી ચુકી છે.
